Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામ્યુકોએ શરૂ કરી સઘન નાઈટ ડ્રાઈવ
જામનગર તા. રઃ જામનગરમાં ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે ફૂટપાથ ઉપર અથવા જાહેરમાં રાતવાસો કરતા ગરીબ લોકોને શેલ્ટર હોમમાં મોકલવા મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
મ્યુનિ. કમિશનર ડી.એન. મોદીની સૂચના અનુસાર તથા નાયબ કમિશનર ડી.એ. ઝાલાના માર્ગદર્શન હેઠળ ઠંડીની સિઝનને ધ્યાને લઈને જામનગર શહેરના જુદા જુદા સ્થળો જેવા કે ભીડભંજન મંદિર, ટાઉનહોલ સર્કલ, તળાવની પાળ, બાલાહનુમાન, ડી.કે.વી. સર્કલ વિગેરે વિસ્તારોમાં ઠંડીની સિઝનમાં રાત્રે ફૂટપાથ ઉપર રાતવાસો કરતા ઘરવિહોણા લોકોને સમજાવીને જામનગર મહાનગરપાલિકા સંચાલિત બેડી તથા હાપા શેલ્ટર હોમમાં શિફ્ટ કરવા માટેની સઘન નાઈટ ડ્રાઈવ ઝુંબેશ એસ્ટેટ શાખા, સિક્યુરીટી શાખા તથા યુ.સી.ડી. શાખાની સંયુક્ત ટીમ દ્વારા ચાલુ કરવામાં આવી છે.
આથી જામનગર શહેરની જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે, આ ઠંડીની સિઝનમાં જો કોઈ ફૂટપાથ ઉપર કે મંદિર પરિસર બહાર ખુલ્લામાં રાતવાસો કરતા ઘર વિહોણા લોકો જોવા મળે તો તેમને શેલ્ટર હોમમાં મોકલી આપી માનવતાના કાર્યમાં સહયોગ આપવો. જામનગરમાં બેડી શેલ્ટર હોમ, રેલવે ઓવર બ્રિજની નીચે, બેડી, જામનગર (સંપર્ક વ્યક્તિનું નામ મનિષ પરમાર મો. ૮૬૮૬૧ ૬૧પ૧૦) અથવા હાપા શેલ્ટર હોમ, ઈસ્કોન મંદિર સામે, જામનગર-રાજકોટ હાઈવે, હાપા, જામનગર (સંપર્ક વ્યક્તિનું નામઃ પાર્થ પીઠડિયા મો. ૮૭પ૮૬ પ૮૧૧પ) માં ઘર વિહોણા લોકોને મોકલવા અનુરોધ કરવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial