Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મોરબીના આસામી સામે પોલીસે નોંધ્યો ગુન્હોઃ
જામનગર તા. ૨: જામનગરના દરેડમાં બ્રાસ સ્ક્રેપનો વ્યવસાય કરતા આસામી પાસેથી મોરબીના વેપારીએ રૂ।.રપ લાખથી વધુનો બ્રાસ સ્ક્રેપ મંગાવી લીધા પછી દોઢ મહિના સુધી તેનું પેમેન્ટ ન કરી ઠગાઈ કરતા મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો છે. પોલીસે ગુન્હો નોંધી તપાસ આરંભી છે.
જામનગરના ગોકુલનગર નજીકના અયોધ્યાનગરમાં રહેતા મૂળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ફતેપુર ગામના જગદીશભાઈ રાયદેભાઈ રાવલીયા દરેડ જીઆઈડીસીમાં નકુલ એન્ટરપ્રાઈઝ નામની બ્રાસના સ્ક્રેપની લે-વેચનો વ્યવસાય કરે છે. આ આસામીના સંપર્કમાં ગયા નવેમ્બર મહિનામાં ૧પ તારીખે મોરબીના હળવદ રોડ પર મહેન્દ્રનગરમાં મહાકાલ એન્ટરપ્રાઈઝ નામની ઓફિસ ચલાવતા કિશન માધાણી નામના આસામી આવ્યા હતા.
આ આસામીએ ડિજીટલ પ્લેટફોર્મ મારફતે જગદીશભાઈનો સંપર્ક કર્યા પછી જગદીશભાઈને બ્રાસ સ્ક્રેપ મોકલાવવા જણાવ્યંુ હતું. અજાણી પાર્ટીને માલ મોકલાવતા પહેલા જગદીશભાઈએ પેમેન્ટ કરવાનું કહેતા પેમેન્ટ કર્યા પછી જ માલ છોડાવીશું તેવો વિશ્વાસ આપ્યા પછી કિશન માધાણીએ રૂ।. ૨૫,૧૩,૯૦૮ની કિંમતનો સ્ક્રેપ મંગાવ્યો હતો.
ઉપરોક્ત સામાન પહોંચ્યા પછી તેનું પેમેન્ટ કર્યા વગર કિશન માધાણીએ માલ મેળવી લીધો હતો અને દોઢ મહિના સુધી તેનું પેમેન્ટ કર્યંુ ન હતું તેથી પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનું માની ગઈકાલે પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જગદીશભાઈ રાવલીયાએ ફરિયાદ નોંધાવી છે. પીએસઆઈ એચ.વી. રોયલાએ બીએનએસની કલમ ૩૧૮ (૪) હેઠળ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial