Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઈઝરાયેલ સાથે યુદ્ધ ચાલી રહ્યું છે, તેની વચ્ચે
તહેરાન તા. ૨૧: ઈઝરાયલ સામે યુદ્ધ વચ્ચે મધ્ય ઈરાનમાં ૫.૧ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ અનુભવાતા લોકોમાં ડર ફેલાયો હતો.
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહૃાું છે ત્યારે ઈરાન દ્વારા ઈઝરાયલ પર જોરદાર રીતે મિસાઈલોના એક પછી એક પ્રહાર કરવામાં આવી રહૃાા છે ત્યારે ઈઝરાયલ દ્વારા ફાઇટર જેટ દ્વારા સતત ઈરાનના મહત્ત્વના સંરક્ષણ, પરમાણુ અને અન્ય ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવી રહૃાા છે. આ દરમિયાન એવા અહેવાલ આવી રહૃાા છે. મધ્ય ઈરાનના સેમનાન પ્રાંતમાં ૨૦ જૂનની રાતે જોરદાર ભૂકંપ આવ્યો હતો. જેના લીધે લોકોમાં ડર ફેલાયો હતો. જોકે હજુ સુધી આ ભૂકંપની કોઈ મોટા નુકસાનની માહિતી સામે આવી નથી.
સ્થાનિક સમયાનુસાર ભૂકંપ રાતે ૮:૪૯ વાગ્યે આવ્યો હતો જેની તીવ્રતા ૫.૧ મપાઈ હતી. આ આંચકો સેમનાન શહેરથી ૩૬ કિ.મી. દક્ષિણ પશ્ચિમમાં નોંધાયો હતો. યુરોપતિન ભૂમધ્યસાગર સિસ્મોલોજી સેન્ટર, જર્મન રિસર્ચ સેન્ટર ફોર જિયોસાયન્સિઝ અને નાગરિક સિસ્મોગ્રાફ નેટવર્કે પણ આ ભૂકંપની પુષ્ટી કરી હતી. તેનું કેન્દ્ર જમીનથી ૩૫ કિ.મી. ઊંડે હોવાનું જણાવાયું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial