Advertisement
Author: નોબત સમાચાર

એર ઈન્ડિયાના ત્રણ કર્મચારીઓ તત્કાલ બરતરફ

અમદાવાદ પ્લેન ક્રેશના સંદર્ભે મોટી કાર્યવાહી

                                                                                                                                                                                                      

અમદાવાદ તા. ૨૧: અમદાવાદ પ્લેન ક્રેશ બાદ મોટી કાર્યવાહી થઈ છે. અને એર ઈન્ડિયાના ૩ કર્મચારીઓને કાઢી મૂકવા આદેશ થયા છે.

અમદાવાદમાં ૧૨ જૂને થયેલી વિમાન દુર્ઘટના બાદ દુર્ઘટનાની તપાસની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. એવામાં ભારતની નાગરિક ઉડ્ડયન નિયામક સંસ્થા (ડીજીસીએ)એ એર ઈન્ડિયાને કહૃાું કે, તે આ વિમાન દુર્ઘટનામાં ગંભીર સુરક્ષાના નિયમના ઉલ્લંઘનના કારણે ત્રણ કર્મચારીઓને તાત્કાલિક ધોરણે બરતરફ કરે. આ આદેશ ૧૨ જૂને સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ઉડાન ભર્યાની થોડી જ મિનિટો બાદ બોઇંગ ૭૮૭-૮ ડ્રીમલાઇનર ક્રેશ થયાના થોડા દિવસો પછી આવ્યો છે, જેમાં ૨૭૦થી વધુ લોકોના મોત નિપજ્યા હતાં.

અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઇટ ટેકઓફ થયાના થોડા સમય બાદ બી.જે મેડિકલ કોલેજની હોસ્ટેલ બિલ્ડિંગ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં વિમાનમાં સવાર ૨૪૨ લોકોમાંથી ૨૪૧ લોકોના મોત થયા હતા અને ફક્ત એક જ વ્યક્તિ જીવિત બચ્યો હતો. આ ઉપરાંત, ઓછામાં ઓછા ૨૯ અન્ય લોકોના મોત નિપજ્યા હતા. મૃતદેહોની ઓળખ માટે ડીએનએ મેચિંગ ચાલી રહૃાું છે. અત્યાર સુધીમાં ૨૨૦ ડીએનએ સેમ્પલમાંથી ૨૦૨ મૃતદેહોની ઓળખ થઈ ગઈ છે. જેમાં ૧૬૦ ભારતીય, ૭ પોર્ટુગીઝ, ૩૪ બ્રિટિશ અને ૧ કેનેડિયનનો સમાવેશ થાય છે.

આ દુર્ઘટના બાદ હાથ ધરવામાં આવેલી સઘન તપાસ દરમિયાન, ડીજીસીએએ એર ઈન્ડિયાના ત્રણ કર્મચારીઓને તાત્કાલિક બરતરફ કરવા જણાવ્યું છે. ડીજીસીએએ સુરક્ષાના ઉલ્લંઘનોની ગંભીરતાને ધ્યાને રાખીને એર ઈન્ડિયાને આદેશ કર્યો છે કે, આ કર્મચારીઓને તાત્કાલિક ધોરણે બરતરફ કરવામાં આવે.

નોંધનીય છે કે, ડ્રીમલાઈનર અને એરબસ એરક્રાફટનું ખાસ નિરીક્ષણ ઝડપથી થઈ રહ્યું છે. આ વિશે તપાસ શરૂ છે. બ્લેક બોકસની પ્રારંભિક માહિતી પણ એકત્રિત કરવામાં આવી રહી છે. પ્રાથમિક અનુમાન મુજબ, આ અકસ્માત એન્જિન, સ્લાઈડ, ફલેપ અથવા ટેકઓફ સંબંધિત કોઈ ટેકનિકલ ખામીને કારણે થયો હોઈ શકે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh