Advertisement
Author: નોબત સમાચાર

નમસ્તે ઈન્ડિયા ઈવેન્ટ દ્વારા જામનગરમાં ૨ દિવસ ઈન્ડિયા જવેલરી-શો

                                                                                                                                                                                                      

નમસ્તે ઈન્ડિયા ઈવેન્ટ દ્વારા જામનગરમાં ઈન્ડીયા જવેલરી શો નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લગ્નના સાજ શણગારથી બની ઠનીને પોતાને એક નવી ઓળખ આપવા અને લગ્નના દિવસને પોતાના પરિવેશથી યાદગાર બનાવવા માટે થનગનતી નવવધુઓ માટે આ ર દિવસનું ઈન્ડિયા જવેલરી શો ખરેખર યાદગાર રહેશે. સયાજી હોટલ જામનગરમાં તા.ર૧ અને રર જુન ર૦રપ સુધી સવારે ૧૧ થી સાંજના ૭:૩૦ વાગ્યા સુધી શોપીંગ એકિઝબીશન યોજાશે. જેમાં નવવધુ માટે લગ્નની દરેક ચીજવસ્તુ એક જગ્યા પર મળી રહેશે અને જે તેને અને તેના પરિવારને લગ્નની ખરીદીની ઝંઝટમાંથી મુકિત અપાવશે.

જામનગર ખાતે આ જવેલરી શોનો શુભારંભ પૂર્વ મેયર અને પવન હંસ ડાયરેકટર અમીબેન પરીખ, પૂર્વ મેયર પ્રતિભાબેન કનખરા, કોર્પોરેટર હર્ષાબા જાડેજા, ડિમ્પલબેન રાવલ, અલકાબા જાડેજા, જસુબા ઝાલા, કુસુમબેન પંડયા, ખુશ્બુબા ઝાલા, સિમ્મીબેન ખન્ના, અંકિતા પરાગ વોરા, સપના જટાણિયા, નુપુરબેન, બીજલબેન કોટેચા, મીનાબેન સોઢા (રાજપૂતાના સહિયર કલબ, પ્રમુખ) સરોજબા જાડેજા, મીતાબા રાણા, હર્ષાબા પરમાર, ગીતાબા જાડેજા, ભારતીબા કેર, મોનિકાબેન, માલતીબેન, રીટાબેન, નિશાબેન અસવાર સહીતના અગ્રણી ઉપસ્થિત રહયા હતા.

આ અંગે નમસ્તે ઈન્ડિયા ઈવેન્ટસના મેનેજિંગ ડિરેકટર પ્રણવ બી. જવેરીએ જણાવ્યું હતું કે જામનગરમાં આયોજન કર્યુ છે. નવવધુ અને તેના પરિવારને મુંઝવતી લગ્નની ચીજવસ્તુઓની ખરીદીની મુંઝવણને દૂર કરવા અને તેને લગ્નની જરૂરી તમામ વસ્તુઓ એક જ જગ્યાએથી સરળતાથી મળી રહે તે માટે અમે આ એક અલગ અને નવું જ એકિઝબિશન યોજયું છે. જેમાં અત્યારે લોકો નવીનતમ ફેશનની સોના અને ડાયમંડ જવેલરી ખરીદી કરી રહયા છે.

તા.ર૧ અને રર જુન ૨૦૨૫ સુધી ચાલનાર આ અિેકઝબિશનમાં કલાત્મક સોના તેમજ ડાયમંડ જવેલરી ખૂબ જ સારા ભાવથી અને વિશાળ પસંદગીના માધ્યમથી ખરીદી શકાશે તેમ શ્રી પ્રણવ ઝવેરીએ જણાવેલ.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh