Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિશાખાપટ્ટનમમાં રાષ્ટ્રીય કક્ષાની ઉજવણીમાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી-ઉપમુખ્યમંત્રી સહિત ૩ લાખ લોકો જોડાયા
વિશાખાપટ્ટનમ તા. ૨૧: આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે વિશાખાપટ્ટનમમાં યોજાયેલા રાષ્ટ્રકક્ષાના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યોગ અભ્યાસ કર્યો હતો અને સંબોધન કર્યુ હતું.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ૨૦૨૫) નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં યોગા કર્યા હતા. આ કાર્યક્રમમાં બોલતાપીએમ મોદીએ છેલ્લા દાયકામાં યોગની વૈશ્વિક યાત્રાનો ઉલ્લેખ કર્યો. તેમણે તે ઐતિહાસિક ક્ષણને યાદ કરી જ્યારે ભારતે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ૨૧ જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે માન્યતા આપવાનો પ્રસ્તાવ મૂકયો હતો. ખૂબ જ ટૂંકા સમયમાં, ૧૭૫ દેશો ભારતની સાથે ઉભા રહૃાા.
વડાપ્રધાને કહ્યુ કે તેમણે વધુમાં કહૃાું કે ચાલો આપણે બધા સાથે મળીને યોગને એક જન આંદોલન બનાવીએ. એક એવી ચળવળ જે વિશ્વને શાંતિ, આરોગ્ય અને સુમેળ તરફ લઈ જાય. જ્યાં દરેક વ્યક્તિ યોગથી દિવસની શરૂૂઆત કરે છે અને જીવનમાં સંતુલન શોધે છે. જ્યાં દરેક સમાજ યોગ સાથે જોડાયેલો હોય છે અને તણાવથી મુક્ત હોય છે. જ્યાં યોગ માનવતાને એક સાથે જોડવાનું માધ્યમ બને છે અને જ્યાં એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ એક વૈશ્વિક સંકલ્પ બને છે.
પીએમ મોદીએ વધુમાં કહૃાું, આ પ્રસંગે, હું વૈશ્વિક સમુદાયને વિનંતી કરવા માંગુ છું કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસને માનવતા માટે યોગની શરૂઆત તરીકે ઉજવવામાં આવે. આ તે દિવસ હોય જ્યારે આંતરિક શાંતિ એક વૈશ્વિક નીતિ બને, જ્યાં યોગને ફક્ત વ્યક્તિગત પ્રથા તરીકે જ નહીં, પરંતુ વૈશ્વિક ભાગીદારી અને એકતા માટે એક શક્તિશાળી સાધન તરીકે અપનાવવામાં આવે.
પીએમ મોદીએ કહૃાું, યોગ આપણને શીખવે છે કે આપણે એકલા નથી, આપણે પ્રકૃતિનો અભિન્ન ભાગ છીએ. શરૂૂઆતમાં, તે આપણને આપણા સ્વાસ્થ્ય અને તંદુરસ્તીનું ધ્યાન રાખવામાં મદદ કરે છે. પરંતુ ધીમે ધીમે, આ જાગળતિ વધે છે, અને આપણે ફક્ત પોતાના માટે જ નહીં પરંતુ આપણા પર્યાવરણ, આપણા સમાજ અને આપણા ગ્રહની પણ કાળજી લેવાનું શરૂ કરીએ છીએ. યોગ એક એવી પ્રણાલી છે જે આપણને હું થી આપણે તરફ લઈ જાય છે.
પીએમ મોદીએ કહૃાું કે યોગ લોકોને વિશ્વ સાથે એકતાની યાત્રા પર લઈ જાય છે. વિશ્વભરમાં કેટલાક તણાવની પરિસ્થિતિ છે. હું વિશ્વને વિનંતી કરૃં છું કે આ યોગ દિવસને માનવતા માટે યોગ ૨.૦ ની શરૂઆત તરીકે ગણે, જ્યાં આંતરિક શાંતિ એક વૈશ્વિક નીતિ બને છે. યોગ એક મહાન વ્યક્તિગત શિસ્ત છે, એક એવી પ્રણાલી જે લોકોને હું થી અમે તરફ લઈ જાય છે અને માનવજાતને શ્વાસ લેવા, સંતુલિત કરવા અને ફરીથી સંપૂર્ણ બનવા માટે જરૂરી થોભો બટન છે.
વડાપ્રધાને કહ્યુ કે યોગ કરોડો લોકોના જીવનનો એક ભાગ બની ગયો છે. આજે યોગ કરોડો લોકોના જીવનનો એક ભાગ બની ગયો છે. મને ગર્વ થાય છે જ્યારે હું જોઉં છું કે આપણા દિવ્યાંગ મિત્રો બ્રેઇલમાં યોગ ગ્રંથો વાંચે છે. વૈજ્ઞાનિકો અવકાશમાં યોગ કરે છે. દરેક ગામમાં યુવા મિત્રો યોગ ઓલિમ્પિયાડમાં ભાગ લે છે. યોગ દરેકનો છે, દરેક માટે છે હાલમાં નૌકાદળના જહાજમાં પણ યોગ કાર્યક્રમ ચાલી રહૃાો છે. પછી ભલે તે ઓપેરા હાઉસની સીડી હોય કે એવરેસ્ટના શિખરો હોય કે સમુદ્રનો વિસ્તાર, એક જ સંદેશ આવે છે કે યોગ દરેકનો છે અને દરેક માટે છે. યોગ એ પોઝ બટન જેવું છે જેની માનવતાને જરૂર છે - જેથી આપણે રોકાઈ શકીએ, શ્વાસ લઈ શકીએ, સંતુલન બનાવી શકીએ અને ફરીથી પૂર્ણતા અનુભવી શકીએ. મી ટુ વીની ભાવના ભારતના આત્માનો ટેકો છે.
વડાપ્રધાને કહ્યું કે, ભારત વિશ્વમાં યોગ ફેલાવવા માટે આધુનિક સંશોધન દ્વારા યોગના વિજ્ઞાનનો વિસ્તાર કરી રહૃાું છે. અમે યોગના ક્ષેત્રમાં પુરાવા-આધારિત ઉપચારને પણ પ્રોત્સાહન આપી રહૃાા છીએ. દિલ્હી એઈમ્સે આ દિશામાં પ્રશંસનીય કાર્ય કર્યું છે.
આજે હીલ ઇન ઇન્ડિયાનો મંત્ર પણ વિશ્વમાં ખૂબ લોકપ્રિય બની રહૃાો છે. ભારત એક મુખ્ય સ્થળ બની રહૃાું છે. આમાં યોગની મોટી ભૂમિકા છે. યોગ માટે એક સામાન્ય પ્રોટોકોલ બનાવવામાં આવ્યો છે. તેમ જણાવી વડાપ્રધાને યોગનું જીવનમાં મહત્ત્વ સમજાવ્યુ હતું.
આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાને બાળકોને મળીને તેઓની સાથે હળવી શૈલીમાં વાતચીત પણ કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial