Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તુલસી નાબાર્ડથી ટ્રમ્પ નારાજ !
નવી દિલ્હી તા. ૨૧: ભારતને ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે સમાન ધોરણે સારા સંબંધો હોવાથી યુદ્ધ વકરે તો ભારત કોની તરફેણ કરી શકે, તેની અટકો વચ્ચે ભારતીય મૂળ તુલસી નાબાર્ડથી પણ ટ્રમ્પ નારાજ હોવાનું જાણવા મળે છે.
ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધતો તણાવ ભારત માટે એક પડકાર બની રહૃાો છે. પ્રશ્ન એ છે કે જો આ યુદ્ધ વધુ વધશે તો ભારત કોને ટેકો આપશે. વાસ્તવમાં, ભારતના બંને દેશો સાથે સારા સંબંધો છે.
ભારતે ઇઝરાયલ પાસેથી ઘણા અદ્યતન શસ્ત્રો ખરીદ્યા છે, જેમાં બેરેક-૮ મિપાઇલો, ડ્રોન, લોઇટરિંગ દારૂૂગોળાનો સમાવેશ થાય છે. આ ભારતની સુરક્ષા વ્યવસ્થાનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે. તે જ સમયે, ભારત ઇરાન પાસેથી મોટા પ્રમાણમાં ફૂડ ઓઇલ ખરીદે છે. આ ઉપરાંત, ઇરાનના ચાબહાર બંદર પ્રોજેક્ટ દ્વારા, ભારતને અફઘાનિસ્તાન અને મધ્ય એશિયા સુધી સીધો પ્રવેશ મળે છે, જે પાકિસ્તાનને બાયપાસ કરે છે.
નિષ્ણાતોના મતે, ભારતે તેની સંરક્ષણ ભાગીદારી અને ચાબહાર બંદર જેવા પ્રો ટેક્ટ્સ માટે બંને દેશો સાથે સારા સંબંધો જાળવવા પડશે. જો આ યુદ્ધ લાંબા સમય સુધી ચાલશે તો તે ભારત માટે મુશ્કેલીનું કારણ બની શકે છે.
ગયા અઠવાડિયે ભારતના વિદેશ મંત્રાલયે એક નિવેદન બહાર પાડીને ઇઝરાયલ-ઈરાન તણાવ પર ચિંતા વ્યક્ત કરી હતી અને બંને પક્ષોને તણાવ ઓછો કરવા હાકલ કરી હતી. ભારતે કહૃાું હતું કે તે બંને દેશો સાથેના મૈત્રીપૂર્ણ સંબંધોના આધારે શાંતિ માટે શક્ય તમામ મદદ પૂરી પાડવા તૈયાર છે.
ઈરાને કોમ પ્રાંતમાં ૨૨ લોકોની ધરપકડ કરી છે. ઈરાનની સરકારી ન્યૂઝ એજન્સી ફાર્સે જણાવ્યું હતું કે આ લોકો ઈઝરાયલની ગુપ્તચર એજન્સી માટે કામ કરતા હોવાની શંકા છે. આ બધી ધરપકડ ૧૩ જુનથી કરવામાં આવી છે.
અમેરિકામાં નેશનલ ઈન્ટેલિજન્સી એજન્સીના ડિરેકટર તુલસી ગબાર્ડે શનિવારે કહ્યું હતું કે મીડિયા તેમના શબ્દોને તોડી-મરોડીને રજૂ કરી રહ્યું છે. ગબાર્ડે કહ્યું હતું કે તેમણે માર્ચમાં સ્પષ્ટપણે કહ્યું હતું કે ઈરાન હાલમાં પરમાણુ શસ્ત્રો બનાવી રહ્યું નથી, પરંતુ જો તે ઈચ્છે તો તે થોડા અઠવાડિયામાં પરમાણુ શસ્ત્રો બનાવી શકે છે.
તેણે એમ પણ કહ્યું કે તે અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ એ હકીકત પર એકમત છે કે ઈરાનને પરમાણુ શસ્ત્રો બનાવવાની મંજુરી આપી શકાતી નથી. તાજેતરના એક ઈન્ટરવ્યુમા ટ્રમ્પને ગબાર્ડના ઈરાન પર નિવેદન વિશે એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. આના પર ટ્રમ્પે કહ્યું કે તે ખોટી છે.
અમેરિકન મીડિયા રિપોર્ટસ અનુસાર, ટ્રમ્પ તુલસી ગેબાર્ડથી ગુસ્સે હોવાનું કહેવાય છે. ટ્રમ્પ ઈરાન પર હુમલો કરવાનું વિચારી રહ્યા છે પરંતુ ગેબાર્ડ યુદ્ધની વિરૂદ્ધ છે. તેમણે આ અંગે ચિંતા વ્યકત કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial