Advertisement
Author: નોબત સમાચાર

જામનગર મહાનગરપાલિકામાં ૩૦ અધિકારીઓના

ગઈકાલે કમિશનર દ્વારા કરાયા આદેશઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૫: જામનગર મહાનગર પાલિકાના કમિશનર દ્વારા ફાયર શાખામાં ચાર અધિકારીને વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. ઉપરાંત ૩૦ જેટલા અધિકારી, કર્મચારીની બદલી ઝોન ફેરનો આદેશ કરવામાં આવ્યો છે.

જામનગર મહાનગર પાલિકાની ફાયર શાખામાં ફરજ બજાવતા અધિકારીને વધારાની કામગીરી અંગે ફરજ ફાળવણીના આદેશ કરવામાં આવ્યા છે. જેમાં સ્ટેશન ફાયર ઓફિસર સજુભા જાડેજાને વોર્ડ નં. ૧ થી ૮ના ડેપ્યુટી ચિફ ફાયર ઓફિસર, ઉપરાંત જસ્મીન ભેંસદડીયાને વોર્ડ નં. ૯ થી ૧૬ માટે ડેપ્યુટી ચિફ ફાયર ઓફિસર, જયવિરસિંહ રાણાને વોર્ડ નં. ૧ થી ૮ના ડિવિઝનલ ફાયર ઓફિસર તથા વોર્ડ નં. ૯ થી ૧૬ ના ડિવિઝલન ફાયર ઓફિસર તરીકે અનવર ગજણને વધારાનો ચાર્જ સોંપાયો છે. આ ઉપરાંત અન્ય ૩૦ અધિકારીઓને ફરજ ફાળવણી, ઝોન ફેર, સહિતના બદલીના  આદેશ થયા છે.

જેમાં નાયબ કાર્યપાલક ઈજનેર એમ.બી. ગોસાઈને એસ્ટેટ શાખાની કામગીરીમાંથી શ્રાવણી મેળા પછી મૂક્ત કરવામાં આવશે. સિક્યોરિટી ઓફિસર કમલેશ ગઢવીને વધારાનો દબાણ નિરીક્ષક તરીકે ચાર્જ સોંપવામાં આવ્યો છે. ઉપરાંત નાયબ કાર્યપાલક ઈજનેર, જુનિયર ઈજનેર, વર્ક આસી. વગેરેનો ઝોન ફેર કરવામાં આવ્યા છે. આસી. લીગલ ઓફિસર હસમુખ પાંડોરને ટેકસ ઓફિસરની જવાબદારીમાંથી મુક્ત કરી આરોગ્ય શાખામાં બદલી કરવામાં આવી છે. ઓ.એસ. ધર્મેશ જેઠવાને પીઆરઓની વધારાની કામગીરીમાંથી મુક્ત કરી અને સોલીડ વેસ્ટ શાખામાં બદલી કરવામાં આવી છે. ઉપરાંત સિનિયર ક્લાર્ક જય પુરોહિતને ભૂગર્ભ શાખામાંથી ટીપીઓમાં અને ટીપીઓ શાખાના નિદત માંડલીયાને ભૂગર્ભ શાખામાં બદલી કરવામાં આવી છે.

આ બદલી, ઝોન ફેરના આદેશ મ્યુનિ. કમિશનર દ્વારા ગઈકાલે કરવામાં આવ્યા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh