Advertisement
Author: નોબત સમાચાર

સમર્પણ સર્કલ પાસે થયેલા અકસ્માતમાં મૃત્યુ પામનાર મહિલાનું ૧૧ લાખનું વળતર મંજુર

બે વાહનની વીમા કંપનીને ટ્રિબ્યુનલનો આદેશઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૫: જામનગરના સમર્પણ સર્કલ પાસે છ વર્ષ પહેલા એક મહિલાને મોટર તથા ટ્રક સાથે થયેલા અકસ્માતમાં ગંભીર ઈજા થયા પછી તેઓનું મૃત્યુ થયું હતું. ટ્રિબ્યુનલે બંને વાહનની વીમા કંપનીને કુલ રૂ।. ૧૧ લાખ વળતર પેટે ચૂકવવાનો હુકમ કર્યો છે.

જામનગરના લીલાબેન સાગરભાઈ બારોટ નામના મહિલા ગઈ તા. ૪-૧૨-૧૯ના દિને સમર્પણ સર્કલ પાસે રાશન લેવા માટે ચાલીને ગયા હતા ત્યારે એક મોટરે તેઓને હડફેટે લીધા હતાં.

મોટરની ટક્કર વાગતા લીલાબેન રોડ પર ફંગોળાયા હતા અને તેના પરથી ટ્રક ફરી વળતા આ મહિલાનું ગંભીર ઈજા થવાથી સારવાર દરમ્યાન મૃત્યુ નિપજ્યું હતું. પોલીસને મોટરના ચાલક રફીકમીંયા ઈસ્માઈલમીયા તથા ટ્રકના ચાલક કેતન ભુપતભાઈ કનારીયા સામે ફરિયાદ કરાઈ હતી.

ત્યાર પછી મૃતકના પતિ સાગરભાઈ તેમજ મમતાબેન, સુભાષભાઈ, મુકેશભાઈ, સુનિતાબેન, વિનોદભાઈ બારોટે વળતર મેળવવા કલેઈમ કર્યો હતો. ટ્રીબ્યુનલે મોટરની વીમા કંપની ગો ડીજીટ જનરલ ઈન્સ્યુરન્સ તથા ટ્રકની વીમા કંપની રિલાયન્સ જનરલ ઈન્સ્યુરન્સ કંપનીને પ૦-૫૦ ટકા જવાબદાર ગણી કુલ રૂ।. ૧૧ લાખ વળતર પેટે ચૂકવી આપવાનો હુકમ કર્યો છે. અરજદારો તરફથી વકીલ હાર્દિક એરડા, પરબત મકવાણા, પુનમ ચૌહાણ, ઉર્વિશા લીંબાસીયા, વિશાલ મકવાણા રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh