Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયા પાસે બાઈકને ટક્કર મારી અજાણી મોટર પલાયનઃ શાપર ગામના વૃદ્ધને થઈ ઈજા

શાપર ગામના પાટીયા પાસે યુવકને નડ્યો અકસ્માતઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૫: જામનગરના સિક્કા પાટીયા પાસે શાપર ગામ નજીક ગયા શનિવારે સવારે એક બાઈકને સામેથી આવતી બસે હડફેટે લેતા નાઘેડી ગામના યુવાન ઘવાયા છે. જ્યારે ખંભાળિયા પાસે રવિવારે સર્જાયેલા અકસ્માતમાં શાપર ગામના વૃદ્ધને ઈજા થઈ છે. તેઓએ અકસ્માત સર્જનાર અજાણી મોટરના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર નાઘેડી ગામના પાટીયા નજીક વસવાટ કરતા અરજણભાઈ માલદેભાઈ જોગાણી નામના યુવાન ગઈ તા.૩૧ની સવારે જીજે-૧૦-ઈબી ૭૦૮૬ નંબરના બાઈક પર મોટી ખાવડી તરફ જતા હતા ત્યારે શાપર ગામના પાટીયા પાસે ખંભાળિયા તરફથી દોડી આવેલી જીજે-૧૬-એવી ૬૪૭૮ નંબરની બસ ડિવાઈડર પસાર કરીને શાપર પાટીયા તરફ વળી હતી જેના પગલે અરજણભાઈનું મોટરસાયકલ હડફેટે ચઢી ગયું હતું.

આ અકસ્માતમાં અરજણભાઈનો પગ ભાંગી ગયો હતો તેઓએ સિક્કા પોલીસ સ્ટેશનમાં બસચાલક સામે ફરિયાદ નોંધાવી છે.

જામનગર-ખંભાળિયા રોડ પર શાપર ગામમાં રહેતા રૂપાભાઈ ચતુરભાઈ સોલંકી (ઉ.વ.૬૦) નામના વૃદ્ધ ગયા રવિવારે સવારે ખંભાળિયા નજીકથી પોતાના બાઈક પર જતા હતા ત્યારે એક અજાણી મોટર તેઓને ઠોકર મારીને નાસી ગઈ છે.

રોડ પર ફેંકાઈ ગયેલા રૂપાભાઈને માથા તથા કમરના મણકા અને ખભ્ભામાં ગંભીર ઈજા થઈ છે. તેઓએ ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં મોટરચાલક સામે ફરિયાદ નોંેંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh