Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્પેસ સાયન્ટિસ્ટો માટે સંશોધનનો સબ્જેકટઃ પૃથ્વીવાસીઓમાં ફેલાયુ કુતૂહલ
નવી દિલ્હી તા. ૫: સ્પેસ એકસનું ૪ ટન વજન ધરાવતુ ફાલ્કન-૯ રોકેટ ચંદ્ર પર ટકરાવાની ઘટના સ્પેસ સાયન્ટિસ્ટો માટે સંશોધન અને પૃથ્વીવાસીઓ માટે કુતૂહલનો વિષય બની છે.
સ્પેસએક્સનું ૪ ટન વજન ધરાવતું રોકેટ બુધવારે બપોરે ૧૨.૦૫ વાગ્યે ૮,૬૯૦ ાદ્બ/રની ઝડપે ચંદ્રની સપાટી પર ધડાકાભેર ટકરાવાની ઘટના અંતરિક્ષ વૈજ્ઞાનિકો માટે સંશોધનનો વિષય બની છે. એક વર્ષથી નિયંત્રણ વગર ભ્રમણ કરતો ફાલ્કન ૯ રોકેટનો આ સેકન્ડ સ્ટેજ આઈન્સ્ટાઈન ક્રેટર નજીક અથડાયો હોવાની ઘટનાએ આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યુ છે. નાસા મુજબ, આ ટક્કરથી ચંદ્ર પર ૬૦ ફીટ પહોળો ખાડો બનશે. આ ઘટના વૈજ્ઞાનિકો માટે સંશોધનનો મોટો અવસર છે.
જો કે આ ઘટના અકસ્માતે ઘટી રહી હોવા છતાં વિજ્ઞાનીઓ માટે આ માનવસર્જિત દુર્ઘટના સંશોધનનો એક મોટો અવસર બની રહી છે. આ ટકકરથી પૃથ્વી પર કોઈ જ જોખમ કે ખતરો સર્જાશે નહીં.
આ રોકેટ જાન્યુઆરી ૨૦૨૫માં ફાયરફલાય એરોસ્પેસના લૂનર લેન્ડરને ચંદ્ર તરફ રવાના કર્યું હતું. ભારતીય સમયાનુસાર બુધવારે અંદાજે ૧૨.૦૫ વાગ્યે આ રોકેટનો ટુકડો ૮,૬૯૦ કિ.મી./એચની ભયાનક ગતિએ ચંદ્રની સપાટી સાથે ત્રાટકવાની ઘટનાની પહેલેથી જાણકારી મળતા કુતૂહલ ફેલાયુ હતું.
આ ઝડપ સામાન્ય બુલેટ ટ્રેનની સ્પીડ કરતાં લગભગ ૨૭ ગણી વધારે છે. આ પ્રચંડ ટક્કરના કારણે ચંદ્રની સપાટી પરથી વિશાળ ધૂળની ડમરીઓ અને ગુબાર ઊડશે, જે સૂર્યપ્રકાશમાં ચમકી શકે છે. પરંતુ આ ઘટના પૃથ્વી પરથી નરી આંખે અથવા કોઈ ખાસ સાધનો વગર જોવી અત્યંત મુશ્કેલ બની રહેશે. તેવુ પણ જણાવાયુ હતું. આ એવો વિસ્તાર છે જેને પૃથ્વી પરથી સ્પષ્ટપણે જોવો મુશ્કેલ માનવામાં આવે છે.
નાસાએ વધુમાં ઉમેર્યું છે કે તેઓ આ ટક્કર પહેલાં અને ટક્કર પછીના સ્થળના તસવીરી ડેટા મેળવવા માટે વિશેષ પ્રયાસો કરી રહૃાા છે. આ ઘટનાથી એકત્રિત થનારો વૈજ્ઞાનિક ડેટા ભવિષ્યમાં અંતરિક્ષમાં થતી આ પ્રકારની ટક્કરો અને તેના સંશોધનત્મક પ્રભાવોને વધારે ઊંડાણપૂર્વક સમજવામાં મદદરૂપ સાબિત થશે.
સામાન્ય રીતે કોઈ પણ રોકેટ સેટેલાઈટ અથવા પેલોડને અંતરિક્ષની ચોક્કસ કક્ષામાં પહોંચાડ્યા બાદ તેના અલગ થયેલા ભાગો પૃથ્વીના વાતાવરણમાં પુનઃપ્રવેશ કરતી વખતે ઘર્ષણને કારણે સળગી જાય છે અથવા સમુદ્રમાં સુરક્ષિત રીતે ખાબકે છે.
જોકે જાન્યુઆરી ૨૦૨૫ના આ ખાસ લૂનર લેન્ડર મિશન માટે પૃથ્વીની નજીકની કક્ષાઓના મિશન કરતાં વધુ 'થ્રસ્ટ'ની જરૂરિયાત હતી. આ કારણોસર રોકેટનો બીજો તબક્કો પૃથ્વી તરફ પાછો ફરવાને બદલે અંતરિક્ષના ઊંડાણમાં જ રહી ગયો હતો. તે છેલ્લા એક વર્ષથી અંતરિક્ષમાં ભટકતા હજારો અન્ય કચરાના ટુકડાઓની જેમ કોઈ પણ ચોક્કસ દિશા વગર ભ્રમણ કરી રહૃાો હતો.
આ વર્ષની શરૂઆતમાં વિજ્ઞાનીઓના ધ્યાને આવ્યું કે આ રોકેટ સ્ટેજનો તમામ બળતણનો જથ્થો સંપૂર્ણપણે ખતમ થઈ ચૂક્યો છે અને હવે તેને પૃથ્વી પરથી કંટ્રોલ કરવો અશક્ય છે. વધુ ગણતરીઓ કરતા માલૂમ પડ્યું કે આ ટુકડો એવા ઓર્બિટલ રૂટ પર આગળ વધી રહૃાો હતો જેનો અંત સીધો ચંદ્રની સપાટી પર જ થાય છે. પરિણામે તેની ચંદ્ર સાથેની આ ટક્કર હવે અનિવાર્ય બની ચૂકી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial