Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અમેરિકા-ઈરાન યુદ્ધની વિશ્વના અર્થતંત્રો પર અસરઃ
ન્યૂયોર્ક તા. ૫: મધ્યપૂર્વના યુદ્ધના કારણે એક તરફ તો યુરોપીનોને મોંઘવારીનો માર પડી રહ્યો છે, તો બીજી તરફ અમેરિકી અને યુરોપીયન કંપનીઓને જંગી નફો થઈ રહ્યો છે.
મધ્યપૂર્વમાં અમેરિકા-ઇરાન યુદ્ધના કારણે વૈશ્વિક અર્થતંત્રો પર વિપરીત અસર પડી છે, પરંતુ અમેરિકા અને યુરોપની ઓઇલ કંપનીઓ જંગી નફો રળી રહી છે. આ નફો પણ તે પોતાના જ દેશના નાગરિકોના ભોગે રળી રહી છે. અમેરિકામાં ગ્રાહકો પ્રતિ ગેલન ૪ ડોલરથી ઊંચો ભાવ ચૂકવી રહૃાા છે, જ્યારે અમેરિકન કંપની શેવરો અને એક્ઝોન મોબિલ જંગી નફો રળી રહી છે. ક્રૂડ ઓઇલના ભાવ ૬૦ ડોલરથી ઉપર જાય એટલે કંપનીઓ નફામાં આવી જાય છે. તેમા પણ ફેબુ્રઆરીના અંતથી યુદ્ધ શરુ થયા પછી તો ક્રૂડ ઓઇલના ભાવ મોટાભાગે ૭૦થી ૧૨૦ ડોલરની વચ્ચે રહેવાના કારણે ઓઇલ કંપનીઓને નોંધપાત્ર ફાયદો થયો છે.
યુરોપની છ ઓઇલ કંપનીઓએ પ્રથમ ક્વાર્ટરમાં સંયુક્ત રીતે ૨૨ અબજ ડોલરનો નફો કર્યો છે, જે ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનાએ ૪૩ ટકા વધારે છે.
આમ, યુરોપીયન અર્થતંત્રેને ભલે અમેરિકા-ઇરાન યુદ્ધ ન ફળ્યું હોય, પરંતુ યુરોપીયન ઓઇલ કંપનીઓને ચોક્કસ ફળ્યું છે, એમ સ્વૈચ્છિક સંગઠન ગ્લોબલ વિટનેસની તપાસમાં જણાવાયું છે.
આ જ રીતે અમેરિકાની એક્સોન અને મોબિલ માટે યુદ્ધ વરદાન બનીને આવ્યું છે. પ્રથમ ક્વાર્ટરમાં તેમણે યુદ્ધ અંગે વિચાર્યુ પણ ન હતુ. તેથી પહેલાં તો યુદ્ધ શરુ થયુ ત્યારે તેમને આ એક લશ્કરી છમકલુ લાગતુ હતુ. આજે આ કંપનીઓને એક સમયે પ્રતિ બેરલ ૨૦થી ૨૫ ડોલરનો નફો મળતો હતો, તેના બદલે ૫૦થી ૬૦ ડોલરનો નફો થઈ રહૃાો હોવાનું કહેવાય છે. જ્યારે વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં એક્સોન અને મોબિલ ખોટ કરતી હતી.
જો કે, વિશ્વસ્તરે બધી જ રીફાઇનરીઓને નફો થઈ રહૃાો છે તેવું પણ નથી. મધ્યપૂર્વના વોર ઝોનમાં સપડાયેલી સાઉદી, યુએઈ, કતાર, કુવૈત, ઇરાન, ઇરાક વગેરેની ઓઇલ રીફાઇનરીઓ હાલમાં ઓઇલના ઊંચા ભાવ છતાં પણ તેનો ફાયદો ઉઠાવી શકતી નથી, કારણ કે તેઓ યુદ્ધના લીધે ક્રૂડ ઓઇલ બહાર મોકલી શકવા જ સક્ષમ નથી. બીજી બાજુએ રશિયામાં યુક્રેને સતત ઓઇલ એકમો પર હુમલા કરતા તેની ક્ષમતા પણ મર્યાદિત થઈ ગઈ છે. આમ ખાડી યુદ્ધ ચાલશે ત્યાં સુધી અમેરિકા-યુરોપની ઓઇલ કંપનીઓ જંગી નફો રળતી રહેશે, પછી ભલેને તેમના ગ્રાહકોનું શોષણ થાય.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial