Advertisement
Author: નોબત સમાચાર

આરબલુસમાં કરાતા ઈંગ્લીશ દારૂના કટીંગ પર પોલીસ ત્રાટકીઃ ૨૭૦૨૪ બોટલ કબજે

રૂપિયા સવા કરોડથી વધુનો મુદ્દામાલ મળી આવ્યોઃ ત્રણ ઝડપાયા, બે ફરારઃ એક મોટર પોલીસને જોઈને પલાયનઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૫: લાલપુરના આબરલુસ ગામના સીમ વિસ્તારમાં આવેલા એક ખેતરમાં ગઈકાલે બપોરે પરપ્રાંતમાંથી આવેલા એક મોટા ટ્રકમાંથી દારૂનું કટીંગ કરવામાં આવતું હોવાની બાતમી પરથી ત્રાટકેલી પોલીસે ૭૫૨ પેટીમાં ભરેલી ઈંગ્લીશ દારૂની ૯૦૨૪ બોટલ તથા ૧૮૦૦૦ ચપલા કબજે કર્યા છે. પોલીસને જોઈ એક મોટર ફૂલસ્પીડમાં નાસી છૂટી હતી અને ટ્રેક્ટર તથા ટ્રક ચાલક પણ નાસી ગયા હતા. સ્થળ પરથી ત્રણ શખ્સની અટકાયત કરી લેવાઈ છે. કુલ રૂ।.૧,૩૦,૫૫,૫૪૮નો મુદ્દામાલ કબજે કરાયો છે.

લાલપુર તાલુકાના આરબલુસ ગામના સીમ વિસ્તારમાં આવેલા એક ખેતરમાં ગઈકાલે બપોરે એક મોટા ટ્રકમાંથી ટ્રેક્ટરની ટ્રોલીમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો ઉતારવામાં આવી રહ્યો હોવાની બાતમી પરથી લાલપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસ.પી. ગોહિલ તથા સ્ટાફ દ્વારા આરબલુસમાં દરોડો પાડવામાં આવ્યો હતો.

ત્યાં આવેલા કનકસિંહ ફતેસંગ નામના આસામીની ખેતીની જમીનમાં પહોંચેલી પોલીસને સ્થળ પર એનએલ-૧-એકે ૨૯૪૦ નંબરનો કન્ટેઈનર ટ્રક તેમજ જીજે-૧૦-એએમ ૭૮૮૮ નંબરનું ટ્રેક્ટર અને નંબર વગરની ટ્રોલી જોવા મળી હતી. ટ્રોલીમાં ઈંગ્લીશ દારૂની પેટીઓ ઉતારવામાં આવી રહી હતી. પોલીસને જોઈને સ્થળ પરથી ગ્રે રંગની એસયુવી મોટર તેમજ ટ્રેક્ટરનો ચાલક અને કન્ટેઈનરનો ચાલક નાસી ગયા હતા. ત્યાં પહોંચી પોલીસે ચેક કરતા ઈંગ્લીશ દારૂ ભરેલી ૭૫૨ પેટી મળી હતી.

આ પેટીઓમાં ભરવામાં આવેલો ૯૦૨૪ બોટલ ઈંગ્લીશ દારૂ તથા ૧૮૦૦૦ નંગ ચપલા મળી આવ્યા હતા. પોલીસે રૂ।.૬૯,૫૫,૫૪૮ની કિંમતનો ઈંગ્લીશ દારૂની મોટી બોટલનો જથ્થો તથા રૂ।.૩૬ લાખની કિંમતના ૧૮ હજાર ચપલા કબજે કરી લીધા હતા. તે ઉપરાંત રૂ।.૫ લાખના ટ્રેક્ટર તથા ટ્રોલી અને રૂ।.૨૦ લાખનો કન્ટેઈનર ટ્રક મળી કુલ રૂ।.૧,૩૦,૫૫,૫૪૮નો મુદ્દામાલ કબજે કરાયો છે.

સ્થળ પરથી હરદેવસિંહ મંગળસિંહ જાડેજા તથા ભાવેશ જેઠાભાઈ પરમાર અને દશરથસિંહ વનરાજસિંહ જાડેજા નામના ત્રણ શખ્સની અટકાયત કરાઈ છે. લાલપુરના જમાદાર ટી.બી. જાડેજાએ ખુદ ફરિયાદી બની લાલપુર પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે. પીએસઆઈ એસ.પી. ગોહિલે નાસી ગયેલા ટ્રેક્ટર તથા ટ્રક ચાલક અને ગ્રે રંગની એસયુવી મોટરના ચાલકની શોધ શરૂ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh