Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એસઆરપીમાં નોકરી કરતા શખ્સ સામે કરાઈ ફરિયાદઃ
જામનગર તા. ૫: જામનગર નજીકના દડીયામાં રહેતા એક યુવાનને ગઈકાલે રોકી લઈ એસઆરપીમાં નોકરી કરતા એક શખ્સે સરપંચની ફરિયાદમાં સાક્ષી કેમ આપી તેમ કહી ગાળો ભાંડવા ઉપરાંત સરપંચ તથા તેના ભાઈને ગામમાંથી કાઢી મૂકવાની ધમકી આપી હતી. આ બાબતની પોલીસમાં ફરિયાદ કરાઈ છે.
જામનગરના રણજીત સાગર રોડ પર આવેલા દડીયા ગામમાં રહેતા જયેશભાઈ ભોજાભાઈ માતંગ નામના યુવાન ગઈકાલે બપોરે પોતાના બાઈકમાં ઘર તરફ જતા હતા ત્યારે દૂધની ડેરી પાસે ચેલા સ્થિત એસઆરપી-૧૭માં ફરજ બજાવતા ભરત ખેતાભાઈ ડણેચા નામના શખ્સે તેઓને રોક્યા હતા.
અગાઉ દડીયાના સરપંચે કરેલી ફરિયાદમાં સાક્ષી કેમ આપી તેમ કહી ભરતે ગાળો ભાંડી હતી અને સરપંચ તથા જયેશભાઈના ભાઈ હીરેન્દ્રને ગામમાંથી કાઢી મૂકવાની દાટી મારી ભરતે પતાવી દેવાની ધમકી પણ આપી હતી.
આ શખ્સે હું એસઆરપીમાં નોકરી કરૃં છું, પોલીસ મારૃં કંઈ નહી કરે, ૨૪ કલાકમાં છૂટી જઈશ તેમ કહી હાઈકોર્ટમાં ધક્કા ખવડાવવા ઉપરાંત પત્ની મારફત ફરિયાદ કરવાની પણ ધમકી આપતા જયેશભાઈએ પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial