Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ટેન્કરમાંથી કાઢેલું ડીઝલ-પેટ્રોલ તથા ટેન્કર કબજે કરી લેવાયાઃ
જામનગર તા. ૫: ધ્રોલના ગોકલપર વિસ્તારમાં ગઈકાલે રાત્રે પેટ્રોલ-ડીઝલના જથ્થા ભરેલા ટેન્કરમાંથી બે શખ્સ સીલ તોડી પેટ્રોલ-ડીઝલની ચોરી કરતા ઝડપાઈ ગયા છે. ૮૦ લીટર ડીઝલ તથા ૪૦ લીટર પેટ્રોલ ભરેલા બે કેરબા, પકડ, પાઈપ, બે મોબાઈલ સહિત ટેન્કર મળી કુલ રૂ।.૩૨,૪૯,૪૯૯નો મુદ્દામાલ કબજે કરાયો છે.
ધ્રોલ શહેરના ગોકલપરા સ્થિત ગઈરાત્રે પેટ્રોલ-ડીઝલ ભરેલુ એક ટેન્કર આવ્યું હોવાનું અને તેમાંથી બે શખ્સ કેરબા ભરતા હોવાનું પોલીસને બાતમીદાર મારફત જાણવા મળતા ધ્રોલ પોલીસ સ્ટેશનનો સ્ટાફ લતીપર રોડ પર ધસી ગયો હતો.
ત્યાં આવેલા ગોકલપરમાં પોલીસે ચકાસણી કરતા ત્યાંથી જીજે-૭-વાયઝેડ ૪૦૦૪ નંબરનું ટેન્કર મળી આવ્યું હતું. આ ટેન્કરમાં ભરવામાં આવેલા ૯૯૬૦ લીટર પેટ્રોલ અને ૯૯૨૦ લીટર ડીઝલના જથ્થામાંથી મોરબીના વિદ્યુતનગરમાં રહેતો મયુર રામભાઈ બાલાસર તથા લાલપુરના પડાણાના સોમાભાઈ વકુભાઈ નાંગેશ નામના બે શખ્સ મળી આવ્યા હતા. આ શખ્સો ટેન્કરનું સીલ તોડી પ્લાસ્ટિકના પાઈપથી કેરબામાં પેટ્રોલ તથા ડીઝલનો જથ્થો વેચાણ માટે કાઢતા હોવાનું જણાઈ આવ્યું હતું. પોલીસે આશરે ૮૦ લીટર ડીઝલ, ૪૦ લીટર પેટ્રોલ કબજે કર્યું છે.
તે ઉપરાંત સીલ તોડવાનું કટીંગ પકડ, પ્લાસ્ટિકની પાઈપ, બે મોબાઈલ તથા પેટ્રોલ તથા ડીઝલનો જથ્થો ભરેલુ ટેન્કર મળી કુલ રૂ।. ૩૨,૪૯,૪૯૯નો મુુદ્દામાલ કબજે કરી લેવાયો છે. ઝડપાયેલા બંને શખ્સો કોઈ પણ સાધન રાખ્યા વગર જ તે ટેન્કરમાંથી ડીઝલ, પેટ્રોલનો જથ્થો કાઢી રહ્યા હતા. આ શખ્સો સામે ધ્રોલ પોલીસ સ્ટેશનના જમાદાર રાજેશ કે. મકવાણાએ ખુદ ફરિયાદી બની બીએનએસની કલમ ૨૮૭, ૫૪ હેઠળ ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial