Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પત્ની પિતા સાથે ચાલી જતાં યુવાનના ઝેરના પારખાઃ
જામનગર તા. ૫: જામનગરના વિકાસગૃહ રોડ પર આવેલા એક એપાર્ટમેન્ટના ચોથા માળે રહેતા પરિણીતા ગઈકાલે બપોરે કોઈ રીતે બાલકનીમાંથી જમીન પર પટકાયા પછી મોતને શરણ થયા છે. પોલીસે પતિનું નિવેદન નોંધ્યું છે. જ્યારે કાલાવડના નાની નાગાજણ ગામમાં એક પરપ્રાંતીય યુવકે પત્ની સસરા સાથે ચાલી જતા ઝેરના પારખા કર્યા પછી તેઓનું સારવારમાં મૃત્યુ નિપજ્યું છે.
જામનગરના ૫ટેલ કોલોની વિસ્તાર નજીક વિકાસગૃહ રોડ પર કંચનદીપ એપાર્ટમેન્ટમાં ફ્લેટ નં.૪૦૧માં રહેતા વત્સલભાઈ વિપુલભાઈ પટ્ટણી નામના સોની યુવાનના પત્ની નીકિતાબેન (ઉ.વ.રપ) ગઈકાલે બપોરે એકાદ વાગ્યે પોતાના ઘરે હતા ત્યારે કોઈ રીતે બાલકનીમાંથી નીચે પડ્યા હતા.
ચોથા માળેથી પટકાઈ પડેલા આ પરિણીતાને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું મૃત્યુ નિપજ્યાનું ફરજ પરના તબીબે જાહેર કર્યું હતું. વત્સલભાઈએ પોલીસને જાણ કરી છે. પીએસઆઈ જે.એસ. ગોવાણીએ અપમૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
કાલાવડ તાલુકાના નાની નાગાજણ ગામમાં રાવતભાઈ નામના ખેડૂતના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ મધ્યપ્રદેશના જાંબવા જિલ્લાના છોટી ઈટાળા ગામના વતની કરણભાઈ લક્ષ્મણભાઈ બાંભણીયા (ઉ.વ.રપ) નામના યુવાને ગઈ તા.૧૩ની બપોરે કોઈ ઝેરી દવા પી લીધી હતી. સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડાયેલા કરણભાઈનું ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે.
મૃતકના નાનાભાઈ દિલીપભાઈ બાંભણીયાનું પોલીસે નિવેદન નોંધ્યું છે. જેમાં તેઓએ જણાવ્યા મુજબ કરણભાઈના પત્ની થોડા દિવસો પહેલાં પોતાના પિતા સાથે ચાલ્યા જતાં કરણભાઈ આઘાતમાં સરી પડ્યા હતા. તેના કારણે તેઓએ ઝેરના પારખા કર્યા હતા. પોલીસે નિવેદન નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યાે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial