Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મિલકત ખાલી કરી આપવાનો કરાયો હતો આદેશઃ
જામનગર તા. ૫: જામનગરના કબીર આશ્રમ ટ્રસ્ટની કિસાનચોકમાં આવેલી મિલકત ખાલી કરવા માટે વર્ષ ૨૦૦૯માં કરાયેલા દાવામાં વર્ષ ૨૦૧૬માં અદાલતે ટ્રસ્ટ તરફી હુકમ કર્યો હતો તે હુકમ સામે કરાયેલી અપીલમાં પણ નીચેની કોર્ટનો હુકમ યથાવત રાખવામાં આવ્યો છે.
જામનગરમાં કિસાનચોક વિસ્તારમાં કબીર આશ્રમ ટ્રસ્ટની માલિકીની આવેલી મિલકતમાં પ્રભુલાલ છગનલાલ બગડાઈ નામના આસામીને વર્ષો પહેલા રૂ।. ૧૬ના માસિક ભાડાથી મિલકત ભાડે આપવામાં આવી હતી. તેઓના અવસાન પછી ધીરજબેન પ્રભુલાલ, અનિલ પ્રભુલાલ બગડાઈ તેનો વપરાશ કરતા હતા.
તે દરમ્યાન વર્ષ ૨૦૦૯માં ટ્રસ્ટી ધરમશી ગોવિંદજી સામાણી, વસ્તાભાઈ જેઠાભાઈ કેશવાલા, સરલાબેન રસીકભાઈ સામાણીએ ભાડુતી કબજો ખાલી કરાવવા અદાલતમાં દાવો કર્યો હતો. આ મિલકતનો વપરાશ લાંબા સમયથી બંધ કરાયો છે અને રેન્ટ એકટની જોગવાઈનો ભંગ કરાયો છે તેમ જણાવાયુ હતું.
અદાલતે તે દાવો વર્ષ ૨૦૧૬માં અંશતઃ મંજુર કર્યો હતો અને આ મિલકત ખાલી કરી આપવા હુકમ કર્યો હતો. તે હુકમ સામે જિલ્લા અદાલતમાં પ્રતિવાદી પક્ષે અપીલ નોંધાવી હતી. તે દાવા અંગે બંને પક્ષ દ્વારા રજૂ થયેલી દલીલો સાંભળ્યા પછી અદાલતે ભાડુતી કબજો ખાલી કરી આપવાનો નીચલી કોર્ટનો હુકમ યથાવત રાખ્યો છે. ટ્રસ્ટ તરફથી વકીલ જી.એલ. સરવૈયા, આર.જે. જેઠવા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial