Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ

આગામી તા. ૨૫ ઓગષ્ટના

                                                                                                                                                                                                      

જામનગર તા. ૫: જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૫ ઓગસ્ટના સવારના ૧૧:૦૦ કલાકથી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી કાલાવડ મામલતદારશ્રીના અધ્યક્ષ સ્થાને મામલતદાર કચેરી, કાલાવડના મીટીંગ હોલમાં યોજવામાં આવશે અરજદારોએ આગામી તા. ૧૦ ઓગસ્ટ સુધીમાં તાલુકા સ્વાગત કાર્યક્રમના મથાળા હેઠળ તેમનો પ્રશ્ન/ અરજી કાલાવડ મામલતદાર અને એકઝીકયુટિવ મેજિસ્ટ્રેટને પુરતાં પુરાવા સાથે મોકલી આપવાની રહેશે.

તાલુકા સ્વાગતમાં અરજી કરતા પહેલાં કોઇપણ અરજદારે ગ્રામ કક્ષાનો પ્રશ્ન હોય તો તે ગ્રામ પંચાયત, તલાટી કમ મંત્રી, ગ્રામસેવકને પ્રથમ અરજી કરેલી હોવી જોઈએ અને તે અરજીની તારીખે અનિર્ણિત રહેલ હોય. તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીશ્રીને પ્રથમ લેખિતમાં રજુઆત કરેલી હોવી જોઈએ અને તે અરજીની તારીખે અનિર્ણિત હોય. આ કાર્યક્રમમાં તાલુકા કક્ષાના અધિકારી ક્ષેત્રમાં આવતા પ્રશ્નોના જ નિર્ણય લઈ શકાય તેવા પ્રશ્નો હોવા જોઈએ. આ કાર્યક્રમમાં અરજદાર જાતે પોતે રૂબરૂ પોતાના પ્રશ્નની જ આધાર પુરાવા સાથે રજુઆત કરી શકશે. આ કાર્યક્રમમાં અરજદાર એક જ વિષયને લગતી રજુઆત કરી શકશે. સામુહિક રજુઆતો કરી શકશે નહીં. કાલાવડ તાલુકાના સમગ્ર નાગરિકોએ તાલુકા સ્વાગત કાર્યક્રમનો લાભ લેવા કાલાવડ મામલતદારની યાદીમાં જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh