Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કાલાવડના ગ્રામ્ય પંથકમાં બન્યો હતો બનાવઃ
જામનગર તા. ૫: કાલાવડના ગ્રામ્ય પંથકમાં બે મહિના પહેલા રાત્રીના સમયે આઠ મોટરમાં ધસી આવેલા ૨૦ શખ્સોએ ધોકા, પાઈપથી ધમાલ મચાવી એક મહિલાને ઈજા કર્યાની પોલીસમાં ફરિયાદ કરાઈ હતી. આ કેસમાં બે આરોપીએ આગોતરા જામીન મેળવવા કરેલી અરજીઓ અદાલતે નકારી કાઢી છે.
કાલાવડના ગ્રામ્ય પંથકમાં વસવાટ કરતા મયુરભાઈ લાલજીભાઈ માલા નામના યુવાને પોલીસમાં ફરિયાદ નોંધાવી અને જણાવ્યું હતું કે ગઈ તા. ૨૮-૫ની રાત્રે ભરત કરણાભાઈ ઝાપડા નામના શખ્સે ફોન કરીને જણાવ્યું હતું કે તારો ફઈનો દીકરો મહેશ અમારી જ્ઞાતિની દીકરીને નસાડીને લઈ ગયો છે, અમે ઝગડા માટે આવીએ છીએ. તે પછી રાત્રે સાડા બારેક વાગ્યે આઠ મોટરમાં ધોકા, પાઈપ સાથે વીસ શખ્સો આવ્યા હતા. તેઓએ ગામમાં ધમાલ મચાવી હતી.
આ વેળાએ મયુરભાઈના બહેન કુંજલબેનના માથામાં પાઈપ ફટકારી દેવાયો હતો. પોલીસ તથા ૧૦૮ દોડી આવતા હુમલાખોરો નાસી ગયા હતા. પોલીસમાં મયુરભાઈની ફરિયાદ પરથી ગુન્હો નોંધાયો હતો.
આ ગુન્હામાં મચ્છાભાઈ સામતભાઈ ફાગલીયા, પરેશ મચ્છાભાઈ ગમારા નામના બે શખ્સની સંડોવણી ખુલ્યા પછી આ આરોપીઓએ આગોતરા જામીન મેળવવા જામનગરની અદાલતમાં અરજી કરી હતી. આ આરોપીઓએ પેરીટીનો લાભ આપવા માટે અરજ કરી હતી. તેની સામે સરકારી વકીલ રાજેશ વસીયરે કરેલી દલીલો ગ્રાહ્ય રાખી અદાલતે બંને આરોપીની આગોતરા જામીન માંગતી અરજી નામંજુર કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial