Advertisement
Author: નોબત સમાચાર

મચ્છરજન્ય તથા પાણીજન્ય રોગ વધવાની શકયતા હોય સાવચેતી રાખવા અનુરોધ

જામનગર શહેરમાં વરસાદી ઋતુ દરમ્યાન

                                                                                                                                                                                                      

જામનગર તા. ૫: જામનગર શહેરમાં વરસાદી ઋતુ દરમિયાન મચ્છરજન્ય તથા પાણીજન્ય રોગો જેવા કે ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા, ઝાડા-ઉલ્ટી, ટાઇફોઇડ અને કમળા ના કેસોમાં વધારો થવાની શક્યતા રહેતી હોય છે. આથી જામનગર મહાનગર પાલિકાની આરોગ્ય શાખા દ્વારા નાગરિકોને સમયસર સાવચેત રહેવા અનુરોધ કરવામાં આવે છે.

ડેન્ગ્યુ ફેલાવતો એડીસ મચ્છર સ્વચ્છ અને સ્થિર પાણીમાં પ્રજનન કરે છે. તેથી ઘરની છત, અગાસી, બાલ્કની, આંગણું તેમજ આસપાસ ના વિસ્તાર માં ક્યાંય પણ પાણી ભરાઈ ન રહે તેની નિયમિત તપાસ કરવી જરૂરી છે. પાણી સંગ્રહ ના તમામ વાસણો ઢાંકીને રાખવા તથા દર અઠવાડિયે તેને સંપૂર્ણ ખાલી કરીને સારી રીતે સાફ કરવા જોઈએ.

પીવાના પાણીની સ્વચ્છતા જાળવવી પણ એટલી જ જરૂરી છે. માત્ર શુદ્ધ, ક્લોરિનેટેડ અથવા ઉકાળેલું પાણી પીવું, તાજો અને સ્વચ્છ ખોરાક લેવો તથા વ્યક્તિગત સ્વચ્છતા જાળવવાથી પાણીજન્ય રોગો સામે અસરકારક રક્ષણ મળી શકે છે.

જો કોઈ વ્યક્તિને સતત તાવ, શરીરમાં દુખાવો, માથાનો દુખાવો, ઝાડા-ઉલ્ટી, કમળાના લક્ષણો અથવા અન્ય અસ્વસ્થતા જણાય તો સ્વદવા કરવાને બદલે નજીકના સરકારી આરોગ્ય કેન્દ્રમાં તાત્કાલિક તપાસ અને સારવાર કરાવવી જોઈએ.

જામનગર મહાનગર પાલિકા દ્વારા શહેરમાં મચ્છર નિયંત્રણ માટે નિયમિત સર્વેલન્સ, લાર્વા નાશક કામગીરી, ફોગિંગ, જંતુનાશક દવાના છંટકાવ, આરોગ્ય જાગૃતિ અભિયાન તથા અન્ય જાહેર આરોગ્યલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ કામગીરી દરમિયાન આરોગ્ય વિભાગના કર્મચારીઓને જરૂરી સહયોગ આપવા તેમજ પોતાના વિસ્તારને સ્વચ્છ રાખવામાં સક્રિય ભાગીદાર બનવા તમામ નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે.

સ્વચ્છ શહેર-સ્વસ્થ શહેર એ સૌની સંયુક્ત જવાબદારી છે. નાગરિકોની જાગૃતિ અને સહકારથી જ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગો પર અસરકારક નિયંત્રણ મેળવી શકાય છે. તેમ મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ-જામનગર મહાનગર પાલિકાની યાદીમાં જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh