Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકામાં એપાર્ટમેન્ટમાંથી જુગાર રમતા બે મહિલા સહિત પાંચ ઝબ્બેઃ બે લાખનો મુદ્દામાલ

ફલ્લામાં રોનપોલીસ રમતા ત્રણ સામે નોંધાયો ગુન્હોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૫: જામનગર નજીકના ફલ્લામાં જુગાર રમતા ત્રણ શખ્સ ઝડપાયા છે. દ્વારકામાં એક ફ્લેટમાં જુગાર રમાડતા મહિલા તથા જુગાર રમતા ચાર વ્યક્તિ ઝડપાઈ ગયા છે. પટમાંથી રોકડ, ચાર મોબાઈલ, મોટર સહિત રૂ।.ર લાખનો મુદ્દામાલ કબજે થયો છે. ખંભાળિયામાંથી ચાર તીનપત્તી રમતા ઝડપાયા છે.

જામનગર-રાજકોટ માર્ગ પર આવેલા ફલ્લા ગામ સ્થિત ભગવતીપરામાં ગઈકાલે સાંજે જુગાર રમાતો હોવાની બાતમી પરથી પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે દરોડો પાડ્યો હતો. ત્યાંથી હરીભાઈ દાનાભાઈ રાઠોડ, સુરેશભાઈ કનુભાઈ રાઠોડ, દીપકભાઈ ગોળજીભાઈ રાઠોડ નામના ત્રણ શખ્સ તીનપત્તી રમતા મળી આવ્યા હતા. પટમાંથી રૂ।.૧૨૭૫૦ રોકડા કબજે કરાયા છે.

દ્વારકા શહેરના વ્રજ લકઝરીયા નામના એપાર્ટમેન્ટ સ્થિત ફલેટમાં જુગાર રમાતો હોવાની બાતમી પરથી આજે વહેલી સવારે દ્વારકા પોલીસ સ્ટેશનના સ્ટાફે દરોડો પાડયો હતો. ત્યાં આવેલા આશાબેન પ્રકાશભાઈ ચંદારાણાના ફલેટમાં પોલીસે ચકાસણી કરતા ચાર વ્યક્તિ નાલ આપી જુગાર રમતા મળી આવ્યા હતા.

ત્યાંથી મંજુબેન ગોવિંદભાઈ ગોહેલ, પરેશ મધુભાઈ વાળા, પ્રદીપભાઈ દેવશીભાઈ ઘરસંડા, પરેશજતી બચુજતી બાવાજી જુગાર રમતા ઝડપાઈ ગયા હતા. પોલીસે પટમાંથી રૂ।.૧૦૪૩૦૦ રોકડા, ચાર મોબાઈલ એક મોટર મળી કુલ રૂ।.૨૨૦૩૦૦નો મુદ્દામાલ કબજે કર્યાે છે અને પાંચેય સામે જુગારધારાની કલમ ૪, ૫ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

ખંભાળિયામાં ગઈરાત્રે ખુલ્લા પ્લોટમાં તીનપત્તી રમતા મુકેશ ખીમાભાઈ ફફલ, રામજીભાઈ કાયાભાઈ હાથીયા, અમિત નાથાભાઈ દનેચા, જયેશભાઈ નરેન્દ્રભાઈ ડોરૂ નામના ચાર શખ્સ પોલીસના દરોડામાં પકડાઈ ગયા હતા. રોકડ તથા મોબાઈલ મળી રૂ।.૨૦ હજારનો મુદ્દામાલ કબજે કરી લેવાયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh