Advertisement
Author: નોબત સમાચાર

મહિલા સાથે રૂ।. ૩૭ લાખથી વધુના રફ હીરાની છેતરપીંડીના કેસમાં એક આરોપીનો થયો છુટકારો

બીજા આરોપીને ફરાર જાહેર કરાયો છેઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૫: જામનગરના એક મહિલા સાથે વર્ષ ૨૦૧૯માં રૂ।. ૩૭,૮૧,૬૨૦ની કિંમતના રફ હીરાની છેતરપીંડી અંગે બે શખ્સ સામે ગુન્હો નોંધાયો હતો. તે અંગેનો એક શખ્સ સામેનો કેસ ચાલી જતાં અદાલતે તેનો છુટકારો ફરમાવ્યો છે.

જામનગરની શ્રીનિવાસ કોલોનીમાં વસવાટ કરતા પલ્લવીબેન પ્રફુલભાઈ જડીયા નામના મહિલાના રફ હીરા ચાંદી બજાર સ્થિત જ્વેલર્સની એક દુકાનમાં હતા ત્યાંથી ગઈ તા. ૧૯-૧-૧૯ ના દિને આ હીરા ખરીદવાનું કહી નરેશભાઈ નારણભાઈ કોરડીયા ઉર્ફ ેદિનેશ પટેલ તથા લોકેશ ઉર્ફે કાંતિભાઈ રવજીભાઈ લીંબાસીયા નામના બે શખ્સે હીરા મેળવી લઈ પથ્થરનું પેકેટ પલ્લવીબેનને આપી દઈ છેતરપીંડી કર્યાની જે તે વખતે પોલીસમાં ફરિયાદ કરાઈ હતી. પોલીસે ગુન્હો નોંધી આરોપી નરસીભાઈ ઉર્ફે દિનેશભાઈની ધરપકડ કરી હતી અને બીજા આરોપી લોકેશ ઉર્ફે કાંતિભાઈને ફરાર જાહેર કર્યો હતો.

ત્યાર પછી નરસીભાઈ સામેનો ચાર્જશીટ અદાલતમાં રજૂ કરાયું હતું. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી નરસીભાઈ ઉર્ફે દિનેશભાઈનો છુટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ સંજય દાઉદીયા, ભાવીકા જોશી, બી.એચ. જાડેજા, એ.બી. જેઠવા રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh