Advertisement
Author: નોબત સમાચાર

કેન્દ્ર સરકારની મજૂર વિરોધી નીતિ સામે ભારતીય મઝદૂર સંઘના રાષ્ટ્રવ્યાપી ધરણાં

આગામી તા. ૧૭મી ઓગસ્ટે

                                                                                                                                                                                                      

જામનગર તા. પઃ જામનગર મઝદૂર સંઘની કેન્દ્રિય કાર્યસમિતિની બેઠક રાંચીમાં યોજાઈ હતી, જેમાં શ્રમિકોના વિવિધ પેન્ડીંગ પ્રશ્નો અંગે તા. ૧૭-૮-ર૦ર૬ ના દિને રાષ્ટ્રવ્યાપી ધરણાં યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવાના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી.

આ નિર્દેશ મુજબ જામનગરમાં તા. ૧૭/૮ ના ધરણાં-આવેદનપત્રનો કાર્યક્રમ યોજાશે.

શ્રમિકોની મુખ્ય માંગણીઓમાં લઘુતમ વેતન માસિક રૂ।. ૩૦,૦૦૦ કરવા, ઈએસઆઈ પગાર મર્યાદા રૂ।. ર૧,૦૦૦ વધારીને રૂ।. ૪ર,૦૦૦ ની કરવા, ઈપીએસ પેન્શન ઓછામાં ઓછું માસિક રૂ।. ૭,પ૦૦ પ્લસ મોંઘવારી ભથ્થુ પ્લસ ચિકિત્સા યોજના આપવા, ઈપીએફ પગાર મર્યાદા રૂ।. ૧પ,૦૦૦ થી વધારીને રૂ।. ૩૦,૦૦૦ કરવા, બોનસ ગણતરી મર્યાદા રૂ।. ૭,૦૦૦ થી વધારીને રૂ।. ૧૮,૦૦૦ ની કરવા, બોનસપાત્ર પગાર મર્યાદા રૂ।. ર૧,૦૦૦ થી વધારીને રૂ।. ૪ર,૦૦૦ ની કરવા તથા આંગણવાડી, આશાવર્કરો અને મધ્યાહ્ન ભોજન યોજનાના કામદારોના માનદ્વેતનમાં વધારો કરવામાં આવે તેવી માંગણી મુખ્ય છે.

આ ઉપરાંત સમાન કામ માટે સમાન વેતન, શ્રમ સંહિતામાં શ્રમ વિરોધી જોગવાઈઓ દૂર કરવા, આઠમા પગાર પંચની સત્વરે અમલવારી કરવા અને જુની પેન્શન સ્કીમનો લાભ આપવાની માંગણીનો સમાવેશ થાય છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh