Advertisement
Author: નોબત સમાચાર

કાલાવડના રામપરમાં સોલાર પ્લાન્ટના સ્થળે ત્રણ વ્યક્તિ પર ટોળાએ પાઈપથી કર્યાે હલ્લો

બે વ્યક્તિને થઈ ગયા ફ્રેક્ચરઃ દસ સામે ગુન્હોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૯: કાલાવડના રામપર ગામમાં એક ખાનગી કંપનીના સોલાર પ્લાન્ટના મેનેજર તથા અન્ય બે વ્યક્તિ ગઈકાલે પ્લાન્ટના સ્થળે હતા ત્યારે ત્યાં ધસી આવેલા દસ શખ્સના ટોળાએ પાઈપથી હુમલો કરી ત્રણેય વ્યક્તિને લમધારી નાખ્યા હતા. હુમલામાં બે વ્યક્તિને ફ્રેક્ચર થયા છે. પોલીસે ગુન્હો નોંધી તપાસ આદરી છે.

જામનગરમાં સમર્પણ સર્કલ નજીક વાસાવીલા સોસાયટીમાં વસવાટ કરતા અને કાલાવડ તાલુકાના રામપર ગામમાં કાર્યરત્ ઓપેરા કંપનીના સોલાર પ્લાન્ટમાં મેનેજર તરીકે નોકરી કરતા રાજેશભાઈ મેપાભાઈ બળીયાવદરા તથા તેમના ભાઈ રાયદેભાઈ તેમજ નથુભાઈ ગાગલીયા ગઈકાલે બપોરે સોલાર પ્લાન્ટમાં એક ઝાડ નીચે બેઠા હતા.

આ વેળાએ કાલાવડ તાલુકાના ગલપાદર ગામના ઈકબાલ થૈયમ, લાલપુરના ચોરબેડી ગામના બશીર હબીબ સમા તથા અન્ય આઠ શખ્સ બાઈક પર પાઈપ સાથે ધસી આવ્યા હતા. બશીરે બાઈક પરથી ઉતરી રાજેશભાઈ તથા અન્ય બે વ્યક્તિને ગાળો ભાંડી ઝઘડો શરૂ કર્યા પછી ઉપરોક્ત છએય વ્યક્તિ મારી નાખવાના ઈરાદે તૂટી પડ્યા હતા.

આ ટોળાએ વીંઝેલા પાઈપથી રાજેશભાઈને હાથમાં ફ્રેક્ચર થયું છે. રાયદેભાઈની હાથની આંગળી ભાંગી ગઈ છે. નથુભાઈને પણ માર મારવામાં આવ્યો છે. જાનથી મારી નાખવાની ધમકી આપી આ ટોળુ નાસી ગયું હતું. રાજેશભાઈએ કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પીઆઈ એન.વી. આંબલીયાએ ગુન્હો નોંધી આરોપીઓની ધરપકડ માટે તજવીજ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh