Advertisement
Author: નોબત સમાચાર

શિવભક્ત પબુભા દ્વારા યજ્ઞ-રૂદ્રાભિષેકનો પ્રારંભઃ પ્રથમ દિવસે ર૧ જોડીએ લીધો લાભ

પવિત્ર શ્રાવણ માસ દરમિયાન

                                                                                                                                                                                                      

ભાટિયા તા. ૧૯: પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ ચૂક્યો છે, ત્યારે દ્વારકા-કલ્યાણપુર વિસ્તારના શિવ અને ગૌ ભક્ત ધારાસભ્ય પબુભા માણેક દ્વારા દ્વારકા-નાગેશ્વર રોડ પર આવેલ ગૌશાળા-નંદીશાળામાં શ્રાવણ માસ દરમિયાન સ્વ. વિરમભા આશાભા માણેકની પ્રેરણાથી તથા નેપાલી બાબાના અધ્યક્ષ સ્થાને અને આશીર્વાદથી તેમજ પબુભાના માર્ગદર્શન હેઠળ યજ્ઞ તથા અતિરુદ્રનો તા. ૧૯-૮-ર૦ર૬ ને ગુરુવારના પ્રારંભ કરવામાં આવ્યો છે.

આ યજ્ઞ અને અતિરૂદ્રમાં દરરોજ ર૧ જોડી પૂજામાં બેસી અને લાભ લેશે. જેમાં દરેક સમાજના લોકોએ પોતાનું નામ નોંધાવી અને પૂજામાં બેસવા શ્રાવણ માસના પ્રથમ દિવસે બારાડી લોહાણા સમાજના પ્રમુખ અને અગ્રણી ઉદ્યોગપતિ દ્વારકાદાસભાઈ રાયચુરા (મોટાભાઈ) દ્વારા પોતાના સમાજના તેમજ સ્ટાફના ર૧ જોડીને પૂજા-યજ્ઞમં બેસાડી પુણ્યનું ભાથું બાંધ્યું છે. પબુભા દ્વારા ખાસ અનુરોધ કરાયો છે કે હજુ કોઈપણ પરિવારને યજ્ઞ-પૂજામાં જોડાવા દરમિયાન લાભ લેવો હોય તો ગૌશાળામાં નામ નોંધાવી શકે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh