Advertisement
Author: નોબત સમાચાર

દેડકદળ ગામે ખેતર સ્થિત ઓરડીમાંથી મળ્યા દારૂના ૯૬ ચપલાઃ આરોપી ફરાર

ધુડશીયા પાસેથી દારૂની બોટલ કબજેઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૯: ધ્રોલના દેડકદળ ગામમાં આવેલા એક ખેતરમાં મજૂરીકામ કરતા પરપ્રાંતીય શ્રમિકે મંગાવીને રાખેલા ઈંગ્લીશ દારૂના ૯૬ ચપલા પોલીસે પકડી પાડ્યા છે. દરોડા પહેલાં આ શ્રમિક નાસી ગયો છે. જ્યારે ધુડશીયા ગામ પાસેથી એક પરપ્રાંતીયને દારૂની બોટલ સાથે દબોચી લેવાયો છે.

ધ્રોલ તાલુકાના દેડકદળ ગામના એક ખેતરમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો પડ્યો હોવાની બાતમી પરથી ગઈકાલે રાત્રે ધ્રોલ પોલીસ સ્ટેશનના સ્ટાફે રણજીતસિંહ કનુભા નામના ખેડૂતના ખેતરમાં આવેલી ઓરડીમાં દરોડો પાડ્યો હતો. તે ઓરડીમાંથી ઈંગ્લીશ દારૂના ૯૬ ચપલા મળી આવ્યા હતા. પોલીસે ચપલા કબજે કરી તે ઓરડીમાં ચપલા રાખનાર મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના વતની નીતેશ કેસરસિંગ બીલવાલની શોધ શરૂ કરી છે.

કાલાવડ તાલુકાના ખંઢેરા ગામથી ધુડશીયા ગામ તરફ જવાના રસ્તા પર આવેલા પાવર સ્ટેશન પાસેથી ગઈકાલે સાંજે પસાર થતાં મૂળ મધ્યપ્રદેશના વતની મુકામ મુતલા તડવી નામના શખ્સને પેટ્રોલિંગમાં રહેલી કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનની ટીમે રોકી ચેક કરતા આ શખ્સ પાસેથી દારૂની બોટલ મળી આવી હતી. બોટલ કબજે કરી મુકામની પોલીસે ધરપકડ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh