Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખાસ સેલ્ફી બનાવવા માટે ઓનલાઈન લિંક
જામનગર તા. ૧૯: શ્રી કૃષ્ણ જન્માષ્ટમી સાર્વજનિક શોભાયાત્રા સમિતિ દ્વારા આજથી જામનગરમાં શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પહેલા હર ઘર ભગવા અભિયાનનો શુભારંભ પૂ. શ્રી કૃષ્ણમણિજી મહારાજ કરાવશે. ખાસ સેલ્ફી બનાવવા માટે ઓનલાઈન લિંકનું પણ લોકાર્પણ કરાશે. તે ઉપરાંત જન્માષ્ટમી પહેલા કાન્હાને મારૃં માખણ ધરાવવા પણ વ્યવસ્થા કરાઈ છે.
જામનગરમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની ૨૦મી સાર્વજનિક શોભાયાત્રાના આયોજન અંતર્ગત હર ઘર ભગવા અભિયાન અને કાન્હા ને મારું માખણ... કાર્યક્રમ થકી ભક્તિમય વાતાવરણ સર્જવા બેઠકમાં નક્કી કરાયું છે.
જામનગરના શ્રી ૫ નવતનપુરી ધામ, ખીજડા મંદિરમાં શ્રી કૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય શ્રી કૃષ્ણમણિજી મહારાજશ્રીના સાનિધ્યમાં મળેલી બેઠકમાં વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહૃાા હતા.
છોટી કાશી ગણાતા જામનગરમાં ભગવાન શ્રીકૃષ્ણના પ્રાગટ્ય દિવસે ચોથી સપ્ટેમ્બરે સવારે ૮:૩૦ કલાકે ખીજડા મંદિરથી શ્રી કૃષ્ણ જન્માષ્ટમી સાર્વજનિક શોભાયાત્રા સમિતિ દ્વારા શહેરના રાજમાર્ગો પર શોભાયાત્રા નીકળશે. તેમાં વિવિધ ધાર્મિક સામાજિક અને રાજકીય સંસ્થાઓના ધાર્મિક ફ્લોટ્સ જોડાશે. આ ઉપરાંત ઠેર ઠેર મટકી ફોડ અને સ્વાગત, પ્રસાદ વિતરણના કાર્યક્રમનું પણ આયોજન હાથ ધરાયું છે.
શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના આગમન પહેલા જ આજે તારીખ ૧૯, ઓગસ્ટ, ૨૦૨૬ ના બુધવારે શ્રાવણ સુદ સાતમના સાંજે ૭:૦૦ વાગ્યે શ્રી ૫ નવતનપુરી ધામ, ખીજડા મંદિરમાં શ્રી કૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય શ્રી કૃષ્ણમણિજી મહારાજશ્રી અને વિવિધ સંસ્થાના અગ્રણીઓ અને ભક્તજનોની ઉપસ્થિતિમાં સનાતનની ગૌરવ સાથે હર ઘર ભગવા અભિયાનનો પણ શુભારંભ કરવામાં આવશે.
આ અભિયાન અંતર્ગત જામનગર શહેરમાં વસતા સનાતનની ધર્મના અનુયાયીઓ પોતાના ઘર અને પ્રતિષ્ઠાનોમાં સનાતન સંસ્કૃતિની ગૌરવભેર ઝાંખી કરાવતો ભગવો ધ્વજ લગાવી ધર્મમયી વાતાવરણ સર્જવા સૌપ્રથમ વખત આયોજન કરાયું છે. જામનગર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ૫,૦૦૦ થી વધુ ખાસ ભગવા ધ્વજ બનાવી વિતરણ કરવામાં આવી રહૃાા છે. અને લોકો પણ સ્વયંભૂ પોતાના ઘર ઉપર હર ઘર ભગવા અભિયાનને સમર્થન આપી ગૌરવભેર ભોગવો ધ્વજ લગાવે તે માટે સંતો- મહંતોએ આહવાન પણ કર્યું છે.
આ સાથે જ શ્રી કૃષ્ણ જન્માષ્ટમી સાર્વજનિક શોભાયાત્રા અને હર ઘર ભગવા અંતર્ગત સાર્વજનિક શોભાયાત્રા સમિતિ દ્વારા તૈયાર કરવામાં આવી રહેલી ખાસ ડિજિટલ સેલ્ફીનું પણ લોકાર્પણ કરવામાં આવશે.
જામનગરના રાજમાર્ગો પર શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના આગમન પહેલા સાર્વજનિક શોભાયાત્રાના આયોજનમાં ધર્મપ્રેમીઓને જોડતા બેનરો અને હોર્ડિંગ્સ લગાવવા માટે પણ વિવિધ દાતાઓ, શહેરના મહાનુભાવો અને રાજકીય અગ્રણીઓના સહયોગથી સંકલન કરવામાં આવી રહૃાું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial