Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મહાનગરપાલિકાની ટીમ દ્વારા
જામનગર તા. ૧૯: જામનગર મહાનગરપાલિકા દ્વારા આગામી તા. ૧ થી ૧૧ સપ્ટેમ્બર સુધી શ્રાવણ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બાકી પલોટની ટેન્ડરની પ્રક્રિયા આજે હાથ ધરવામાં આવી રહી છે.
શહેરના પ્રદર્શન મેદાનમાં શ્રાવણી મેળો ૧૧ દિવસ માટે યોજાનાર છે. કુલ ૪૩ પ્લોટની અગાઉ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. તેમાંથી ર૭ પ્લોટની કાર્યવાહી પૂર્ણ થવા પામી હતી.
જ્યારે બાકી રહેલા ૧૬ પ્લોટ માટે આજે હરાજીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. મહાનગરપાલિકાના અધિકારી રાજીવ જાની, અશોક જોષી અને તેમની ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.
સમગ્ર પ્રક્રિયાનું વીડિયો રેકોર્ડીંગ પણ થઈ રહ્યું છે. આથી પારદર્શક રીતે કામગીરી થઈ શકે. આજે હરાજીમાં અનેક ધંધાર્થીઓ ઉપસ્થિત રહ્યા છે. આજની પ્રક્રિયા પૂર્ણ થયા પછી પૈસા જમા થયે પ્લોટની ફાળવણી થશે અને મહાનગરપાલિકા દ્વારા મેળા માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial