Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરે શિવભકિત સાથે રાષ્ટ્રભકિતના દર્શન

શ્રાવણ માસ દરમ્યાન વિવિધ શણગાર-દર્શનઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૯: જામનગરના કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ માસ દરમિયાન શિવભક્તિની સાથે રાષ્ટ્રભક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. શ્રાવણ માસ દરમિયાન મંદિરમાં દરરોજ ભગવાન શિવના વિવિધ શણગાર અને દર્શનની ઝાંખી કરવામાં આવે છે. તેમજ ૧૦૮ દીવડાની મહાઆરતીમાં મોટી સંખ્યામાં શિવભક્તો જોડાઈને ભક્તિભાવપૂર્વક ભગવાન શિવની આરાધના કરે છે.

દરમિયાન, ૧૫મી ઓગસ્ટના સ્વાતંત્ર્ય પર્વને અનુલક્ષીને કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં ભગવાન શિવના શિવલિંગને તિરંગા રંગોથી શણગારવામાં આવ્યું હતું. મંદિરના મધ્ય ભાગમાં આવેલું શિવલિંગ ચારેય દિશાના દ્વારેથી ભક્તોને દર્શન આપી શકે તે રીતે વિશિષ્ટ શોભા ધારણ કરતું જોવા મળ્યું હતું. તિરંગાના કેસરી, સફેદ અને લીલા રંગોથી શિવલિંગ તથા તેની આસપાસની કરવામાં આવેલી સજાવટ ભક્તો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની હતી. ભગવાન શિવના દર્શન સાથે દેશભક્તિની ભાવનાથી ઓતપ્રોત થયેલા ભક્તોએ આ અનોખી ઝાંખીનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

આ રીતે કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે શ્રાવણ માસની શિવભક્તિ સાથે ૧૫મી ઓગસ્ટના રાષ્ટ્રભક્તિના પર્વને પણ અનોખી રીતે ઉજવીને ભક્તિ અને દેશપ્રેમનો સુંદર સંદેશ આપ્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh