Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પૂર્વમંત્રી હકુભા સહિતનાં ક્ષત્રિય અગ્રણીઓ દ્વારા ખાંભી પૂજન
આજે જામનગર શહેરનાં ૪૮૭ માં સ્થાપના દિન નિમિત્તે શહેર-જિલ્લા રાજપૂત યુવા સંઘ દ્વારા પરંપરાગત રીતે ખાંભી પૂજન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં રાજપૂત સમાજના અગ્રણીઓ અને યુવા સંઘના કાર્યકરો ઉપસ્થિત રહૃાા હતા. પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા),પી.એસ.જાડેજા,નવલસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા(દિગુભા) સહિતનાં ક્ષત્રિય અગ્રણીઓ દ્વારા ખાંભી પૂજન કરી શહેરનાં સ્થાપના દિનની પરંપરાગત ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ઐતિહાસિક વારસાને જાળવવાની પ્રતિબદ્ધતા દર્શાવી પૂર્વરાજવીઓનાં યોગદાનનો ઋણ સ્વીકાર કરી સમાજનાં આગેવાનો દ્વારા પરંપરા અને સંસ્કૃતિને પેઢી દર પેઢી હસ્તાંતરીત કરવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial