Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એસીબીએ ગઈકાલે ધરપકડ કરી હતીઃ મેડિકલ ચેક-અપ પછી આજે આગળની કાર્યવાહી હાથ ધરાઈ
નવી દિલ્હી તા. ૧૯: દિલ્હીના પૂર્વમંત્રી સત્યેન્દ્ર જૈનની એસીબીએ ગઈકાલે ધરપકડ કર્યા પછી આજે તેઓને કોર્ટમાં રજૂ કરાયા છે અને બન્ને તરફથી વકીલો દલીલો રજૂ કરી રહ્યા છે. આજે તેઓનું મેડિકલ ચેકઅપ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ ભાજપ અને આપ વચ્ચે આક્ષેપબાજી પણ ચાલી રહી છે.
દિલ્હી જલબોર્ડ કૌભાંડમાં ગઈકાલે એસીબીએ ૫ૂર્વમંત્રી સત્યેન્દ્ર જૈનની ધરપકડ કર્યા પછી આજે તેઓનું મેડિકલ ચેકઅપ કરાવીને દિલ્હીની રાઉન્જ એવન્યું કોર્ટમાં રજૂ કરાયા છે. કોર્ટમાં બન્ને તરફથી દલીલ ચાલી રહી છે. તો બીજી તરફ આમઆદમી પાર્ટી અને ભાજપના નેતાઓની પરસ્પર આક્ષેપબાજી પણ ચાલી રહી છે.
દિલ્હી જલ બોર્ડના કથિત ભ્રષ્ટાચાર અને એસટીપી ટેન્ડર કૌભાંડ મામલે આ કાર્યવાહી થઈ તે પછી આપ અને બીજેપી સામસામે આવ્યા છે. કેજરીવાલે આ કેસને બોગસ ગણાવ્યો, જયારે ભાજપે આપના ઈમાનદાર મોડેલને બેનકાબ ગણાવ્યું. રાજકીય નિવેદનબાજી તેજ બની છે.
અગાઉની સરકારના કાર્યકાળ દરમિયાન દિલ્હી જલ બોર્ડમાં થયેલા કથિત ભ્રષ્ટાચાર અને સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (એસટીપી) ટેન્ડર કૌભાંડ મામલે એસીબી દ્વારા આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સત્યેન્દ્ર જૈનની ધરપકડ બાદ આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી સામસામે આવી ગયા છે અને રાજકીય નિવેદનબાજી તેજ થઈ ગઈ છે.
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે આ ધરપકડ પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, ભાજપે ફરી એકવાર સત્યેન્દ્ર જૈનની ધરપકડ કરાવી છે. અગાઉ પણ તેમને જેલમાં ધકેલીને જે દુર્દશા કરવામાં આવી હતી તે સૌ કોઈ જાણે છે. અગાઉનો કેસ પણ ખોટો હતો અને આ નવો કેસ પણ સંપૂર્ણપણે બોગસ સાબિત થશે.
*આખરે ભાજપની આ સરમુખત્યારશાહી ક્યાં સુધી ચાલશે? જેને મન ફાવે તેના પર ખોટા આક્ષેપો મૂકીને જેલમાં મોકલી દેવામાં આવે છે. તેમનું આ જૂઠાણું ફરી એકવાર દેશની સામે ખુલ્લું પડશે. પરંતુ જેલમાં વિતાવેલા સમય અને માનસિક ત્રાસની ભરપાઈ કોણ કરશે? હવે ભાજપના પાપનો ઘડો ભરાઈ ચૂક્યો છે. તેઓ ગમે તેટલી તાનાશાહી કરે, મોદી સરકારનો અંત હવે નિશ્ચિત છે. સમગ્ર આમ આદમી પાર્ટી અને દેશની જનતા મજબૂતીથી સત્યેન્દ્ર જૈનની સાથે ઊભી છે.*
આ મામલે આપ નેતા મનીષ સિસોદિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એકસ' પર આક્રોશ વ્યક્ત કરતા લખ્યું કે, પંજાબ ચૂંટણી નજીક આવતાં જ પંજાબના સહ-પ્રભારી સત્યેન્દ્ર જૈનની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ પણ તેમને ૨.૫ વર્ષ સુધી એક ખોટા કેસમાં જેલમાં રાખવામાં આવ્યા હતા અને હવે વધુ એક ખોટો કેસ ઊભો કરવામાં આવ્યો છે. જેન-ઝેડ આંદોલનથી લઈને રામ મંદિરમાં ચંદા ચોરી અને ઈ૨૦ જેવા અનેક મુદ્દાઓ પર ઘેરાયેલી ભાજપ હવે ફરીથી ઈડી, એસીબી અને સીબીઆઈ જેવા જૂના ચૂંટણી હથકંડાઓ પર ઉતરી આવી છે.
બીજી તરફ સત્યેન્દ્ર જૈનની ધરપકડ બાદ ભાજપે પણ આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા છે. દિલ્હી ભાજપના પ્રદેશ અધ્યક્ષ હર્ષ મલ્હોત્રાએ જણાવ્યું કે, એસટીપી કૌભાંડ અને પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈન સહિતના લોકોની ધરપકડથી સ્પષ્ટ થઈ ગયું છે કે કેજરીવાલ સરકારના ૧૦ વર્ષના શાસનમાં એક પણ નાળા પર એસટીપી કેમ ન બન્યું અને ૧૦ વર્ષમાં યમુના નદી વધુ પ્રદૂષિત કેમ થઈ. એસીબીની તપાસમાં સમગ્ર 'મની ટ્રેઇલ' પકડાઈ ગઈ છે. અરવિંદ કેજરીવાલે સામે આવીને પોતાની સરકારનો ગુનો સ્વીકારવો જોઈએ. કાયદાકીય પ્રક્રિયામાં થોડો સમય લાગશે પરંતુ સત્યેન્દ્ર જૈન અને અન્ય દોષિતોને સજા જરૂર મળશે.*
દિલ્હી ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ વિરેન્દ્ર સચદેવાએ પણ સોશિયલ મીડિયા પર પ્રહાર કરતા લખ્યું કે, દિલ્હીને લૂંટનારાઓનો અસલી ચહેરો હવે ખુલ્લો પડી ગયો છે. દિલ્હી જલ બોર્ડના એસટીપી ટેન્ડર કૌભાંડ અને ગેરરીતિ મામલે એસીબીએ આ કડક પગલું ભર્યું છે.
તેમણે ઉમેર્યું કે, ટેન્ડરમાં ગોટાળા અને કરોડો રૂપિયાની લાંચ આ જ આમ આદમી પાર્ટીનું જનતાના પૈસા પર ચાલતું કહેવાતું 'ઈમાનદાર' મોડેલ હતું. જે પાણી અને સ્વચ્છતાના નામે મત માંગ્યા હતા, તેમાં જ કમિશનખોરી કરવામાં આવી. દિલ્હીની જનતા આપની વાસ્તવિકતા પહેલેથી જ જાણી ચૂકી છે અને હવે તેમણે એક-એક ચોરીનો હિસાબ આપવો પડશે. અરવિંદ કેજરીવાલના પાપ હવે દેશની જનતાની સામે આવી ગયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial