Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોલીસે ગુનો નોંધી સપ્લાયરની શોધખોળ આદરી
ભાવનગર તા. ૧૯: ભાવનગરમાં રોયલ સ્ટેગ બ્રાન્ડનો નકલી દારૂ પીવાથી ત્રણ લોકોના મૃત્યુ થતા પોલીસે તપાસ શરૂ કરી છે. જુદી જુદી હોસ્પિટલમાં બીજા ૧૭ લોકો સારવાર હેઠળ છે.
ભાવનગરના ખરકડી ગામે દારૂની પાર્ટી પછી કેટલાકની તબિયત લથડી હતી. જિલ્લા પોલીસવડાએ સ્પષ્ટતા કરી કે આ લઠ્ઠાકાંડ નથી, પરંતુ રોયલ સ્ટેગ બ્રાન્ડનો ડુપ્લિકેટ દારૂ પીવાથી આ દુર્ઘટના બની છે. પોલીસે ગુનો નોંધી ડુપ્લિકેટ દારૂના સપ્લાયરની તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત થતી વિગતો મુજબ બનાવટી 'રોયલ સ્ટેગ' દારૂ પીવાથી સર્જાયેલી કરૂણાંતિકા વધુ ઘેરી બની છે. ઝેરી દારૂના સેવનથી મૃત્યુઆંક ૩ થયો છે. મૃતકોમાં કાર્તિક અશ્વિનભાઈ મકવાણા (ઉ.વ. ૪૦, રહેવાસી- તળાજા રોડ, ભાવનગર), ઉપેન્દ્રસિંહ ચંદ્રસિંહ ગોહિલ (ઉ.વ. ૨૫, રહેવાસી- ખરકડી, ઘોઘા) અને ઈન્દોર (મધ્યપ્રદેશ) ના રહેવાસી નરેન્દ્રસિંહ યાદવનો સમાવેશ થાય છે.
જિલ્લા કલેક્ટરના જણાવ્યા મુજબ, હાલ સિવિલ હોસ્પિટલમાં ૮ અને વિવિધ ખાનગી હોસ્પિટલોમાં ૯ મળીને કુલ ૧૭ દર્દીઓ સારવાર હેઠળ છે, જે તમામની સ્થિતિ હાલ નોર્મલ છે.
આ ગંભીર બનાવના પગલે રાજ્ય સરકાર તાત્કાલિક હરકતમાં આવી છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ ૧૮ ઓગસ્ટે મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પર રાજ્ય પોલીસ વડા જી. એસ. મલિક, આઈબીના વડા તેમજ અમદાવાદ પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે તાકીદની બેઠક યોજી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સમગ્ર કેસની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલ (એસએમસી)ની ટીમને સોંપવામાં આવી છે.
આ ઉપરાંત, એસએમસીના એસપી મયુર ચાવડાને તાત્કાલિક ભાવનગર મોકલીને દોષિતો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે.
તપાસમાં સામે આવ્યું છે કે ઘોઘાના ખરકડી ગામમાં ૧૬ ઓગસ્ટની રાત્રે ૭ મિત્રોએ દારૂ પાર્ટી કરી હતી, જે બાદ આ કરૂણાંતિકા ઘટી હતી. મૃતકના ભાઈએ દારૂમાં પોઈઝન હોવાની શક્યતા વ્યક્ત કરી છે. પોલીસે ડુપ્લીકેટ દારૂનું વેચાણ કરતા ૪ બુટલેગરોને ડિટેઈન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. કલેકટરે લોકોને અપીલ કરી છે કે રવિવાર અને સોમવારે જે લોકોએ આ ડુપ્લીકેટ દારૂનું સેવન કર્યું હોય તેમણે તાત્કાલિક તબીબી તપાસ કરાવવી અત્યંત મહત્ત્વનું છે.
ડુપ્લિકેટ દારૂ મામલે જિલ્લા પોલીસવડાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, પીડિત અને હૃાુમન સોર્સના આધારે ડુપ્લિકેટ દારૂ સપ્લાય કરનારા ગૌતમ સોલંકી સહિત ચાર બુટલેગરને ઝડપી લેવાયા છે અને છેલ્લા ત્રણથી ચાર દિવસ દરમિયાન તેમણે આ દારૂની સપ્લાય વરતેજ પોલીસ મથક તથા શહેરના જુદા-જુદા વિસ્તારોમાં કરી હતી. જે પૈકી ૯૦ ટકા દારૂ રિકવર કરી લેવાયો છે. બાકીનો જથ્થો જેમને છૂટક વેચ્યો છે તેમને ટ્રેસ કરવામાં આવી રહૃાાં છે. ડુપ્લિકેટ દારૂ તેઓ ક્યાંથી લાવ્યા તે દિશામાં તપાસ ચાલી રહી છે. તેમજ જે લોકોએ આવા દારૂનું સેવન કર્યું હોય તેમણે તબિયત સારી હોય તો પણ એકવાર ડોક્ટરની સલાહ મુજબ સારવાર લેવા તેમણે અપીલ કરી છે.
દારૂના સેવન બાદ તબિયત લથડતાં અન્ય ત્રણ મિત્રોને પણ ત્વરિત તબીબી સારવાર અર્થે અલગ-અલગ હોસ્પિટલમાં ખસેડાયા છે. જેમાં વિશ્વરાજસિંહ ગોહિલ ભાવનગરની અર્હમ હોસ્પિટલમાં અને ઘનશ્યામસિંહ જાડેજા સદ્ વિચાર હોસ્પિટલમાં દાખલ છે. જ્યારે અન્ય એક યુવકની હાલત વધુ ગંભીર હોવાથી તેને વધુ સારવાર અર્થે જામનગરમાં મોકલવામાં આવ્યો છે.
ઘટનાની જાણ થતાં જ વરતેજ પોલીસનો કાફલો હોસ્પિટલ દોડી ગયો હતો. પરિવરાજનોએ પણ તબીબો સમક્ષ કબૂલાત કરી હતી કે યુવકોએ બે દિવસ પહેલાં દારૂ પીધો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial