Advertisement
Author: નોબત સમાચાર

કનસુમરાના બહુચર્ચિત કૌભાંડમાં પોલીસ દ્વારા લગાડાયેલી કલમ દૂર કરવા અદાલતનો હુકમ

કલમ દૂર કરી નીચેની કોર્ટને કેસ ટ્રાન્સફર કરાયોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૯: જામનગર નજીકના કનસુમરામાં આચરવામાં આવેલા રૂ।.૧૬ કરોડના કૌભાંડ અંગે જે તે વખતે નોંધાયેલા ગુન્હામાં પોલીસે આઈપીસી ૪૧૩ પણ લગાડી હતી. તે અંગેનું ચાર્જશીટ રજૂ થયા પછી એક આરોપી તરફથી તે કલમ રદ્દ કરાવવા કરાયેલી રજૂઆતને ગ્રાહ્ય રાખી અદાલતે તે કલમ રદ્દ કરી કેસ નીચેની કોર્ટને ટ્રાન્સફર કરવા હુકમ કર્યાે છે.

જામનગર નજીકના કનસુમરા ગામમાં ટ્રસ્ટ દ્વારા કરોડો રૂપિયાનું કૌભાંડ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ જે તે વખતે પોલીસમાં કરવામાં આવી હતી. પોલીસે ગુન્હો નોંધ્યો હતો. તેમાં લગાડવામાં આવેલી કલમમાં આઈપીસી ૪૧૩ હેઠળ પણ ગુન્હો નોંધાયો હતો.

આ ગુન્હાનું ચાર્જશીટ અદાલતમાં રજૂ કરવામાં આવ્યું હતું. તે પછી આરોપી આમદ ઉર્ફે મામદ ખીરાએ આઈપીસી ૪૧૩ની લગાડાયેલી કલમ સામે વાંધો લઈ તે કલમ રદ્દ કરવા અંગે રજૂઆત કરી હતી. અદાલતે લગાડાયેલી આ કલમ રદ્દ કરી બહુચર્ચિત ટ્રસ્ટ કૌભાંડ કેસને નીચેની કોર્ટ સમક્ષ પરત મોકલી આપ્યો છે. આરોપી તરફથી વકીલ કિરણભાઈ બગડા, પાર્થ બગડા, જયન ગણાત્રા રોકાયા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh