Advertisement
Author: નોબત સમાચાર

નવાનગર-જામનગરના ૪૮૭મા સ્થાપના દિને મેયર-મહાનુભાવોના હસ્તે ખાંભી પૂજન

પૂર્વ રાજવીઓની શહેરમાં આવેલી જુદી-જુદી પ્રતિમાઓને પુષ્પહાર અર્પણ કરી પુષ્પાજંલિ અર્પણ કરાઈ

                                                                                                                                                                                                      

ઈ.સ. ૧૫૪૦ મા શ્રાવણ સુદ સાતમનાં દિને જામરાવળ દ્વારા નવાનગર તરીકે સ્થાપના પામેલ જામનગરનાં ૪૮૭મા સ્થાપના દિવસ નિમિત્તે જામનગર મહાનગરપાલિકા દ્વારા ખાંભી પૂજન, માજી રાજવી ની પ્રતિમાઓને પુષ્પાંજલિ સહીતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. દરબારગઢ વિસ્તારમાં દિલાવર સાયકલ સ્ટોર્સમાં આવેલ શહેરની સ્થાપનાની ખાંભીનું શહેરનાં પ્રથમ નાગરિક મેયર મોનિકાબેન વ્યાસનાં  હસ્તે પૂજન કરવામાં આવ્યુ હતું. આ તકે ધારાસભ્ય દિવ્યેશ અકબરી,  કલેકટર પી.બી પંડ્યા, મ્યુનિ. કમિશનર દીપેશ કેડીયા, શહેર ભાજપના પ્રમુખ બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર રાકેશભાઇ ડેર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરેનભાઇ મોનાણી, શાસક જૂથનાં નેતા અમરભાઇ મોદી, દંડક પ્રવિણાબેન રુપડીયા ઉપરાંત જામનગર મહાનગરપાલિકાના અન્ય અધિકારીઓ અને કોર્પોરેટરો સહિતના મહાનુભાવો બહોળી સંખ્યામાં જોડાયા હતા. ખાંભી પૂજન પછી શહેરમાં આવેલી પૂર્વ રાજવીઓની જુદી-જુદી પ્રતિમાઓને પુષ્પહાર અર્પણ કરવામાં આવ્યા હતા અને રજવાડી શાસકોની દિર્ધદૃષ્ટી અને સ્વપ્નને આધુનિક કાળમાં આગળ લઇ જવાની પ્રતિબદ્ધતા વર્તમાન શાસકો દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh