Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખેતરોમાં ખાનગી કંપનીની વીજલાઈનનો વિરોધઃ
જામનગર તા. ૧૯: જામનગર જિલ્લામાં જોડિયા તાલુકાના વાવડી ગામમાં ખાનગી કંપની દ્વારા ખેડૂતોના વાડી-ખેતરમાં વીજલાઈન માટે થાંભલા ઊભા કરવાની કામગીરી શરૂ કરવામાં આવતા વિરોધ થયો હતો. આખરે પોલીસે પોણોસો જેટલા ખેડૂતો અને તેના પરિવારજનોેની અટકાયત કરી હતી.
જોડિયા તાલુકાના વાવડી ગામમાં ખાનગી કંપની દ્વારા વીજ લાઈન પસાર કરવા માટે ખેડૂતોના વાડી-ખેતરમાં ઘૂસી જઈ કામગીરી શરૂ કરતા ખેડૂત પરિવારોમાં રોષ ફેલાયો હતો. ગઈકાલે ખેડૂતો અને તેના પરિવારજનોએ કામમાં આડશ ઊભી કરી ભારે વિરોધ પ્રદર્શીત કર્યો હતો અને પોતાના ખેતરમાં ચાલતું કામ બંધ કરવા માંગ કરી હતી. આ વિશેષ પ્રદર્શનમાં વાવડી ઉપરાંત આજુબાજુના ખેડૂતો પણ આંદોલન માટે દોડી આવ્યા હતાં. આખરે ખાનગી કંપની અને ખેડૂતો વચ્ચેનું વાતાવરણ તંગ થતું જોવા મળતા પોલીસે ખેડૂતોની અટકાયત કરી હતી, જેમાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે. મળતી માહિતી મુજબ લગભગ ૭પ જેટલા ખેડૂત-પરિવારજનોની અટકાયત પોલીસ દ્વારા કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial