Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સોમવારે સાંજે સાત રસ્તા પાસે બન્યો હતો બનાવઃ
જામનગર તા. ૧૯: જામનગરના સાતરસ્તા પાસે સોમવારે સાંજે સર્જાયેલા ટ્રાફિકજામમાં એક હોમગાર્ડ જવાનની પાછળ બાઈકમાં બેસી જઈ રહેલો આરોપી ઠેકડો મારીને નાસી ગયો હતો. તેને એલસીબીએ દબોચી લીધો છે.
જામનગરના સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા ચોરીના એક ગુન્હામાં દિગ્જામ વુલન મીલ રોડ પર ખેતીવાડી ફાર્મ પાસે રહેતા મીતેશ સુનિલભાઈ બારીયા ઉર્ફે મીતલા નામના શખ્સની ધરપકડ કરી હતી. આ શખ્સના કાયદા મુજબ ફોટા પડાવવા તથા ફીગરપ્રિન્ટ લેવડાવી હોમગાર્ડના સદસ્ય કિરણભાઈ ત્રિવેદી એમઓબી શાખામાં લઈ ગયા હતા.
આ શખ્સને એમઓબીથી મોટરસાયકલમાં બેસાડીને કિરણભાઈ પરત ફરતા હતા ત્યારે સાત રસ્તા રોડ પર ટ્રાફિકજામમાં બાઈક ધીમુ પડતા પાછળ બેસેલો મિતેશ ઠેકડો મારીને ઉતરી ગયો હતો અને પાછળ આવતા પોતાના સાગરિતના મોટરસાયકલમાં બેસી ગયો હતો અને સ્થળ પરથી બાઈક નાસી છૂટ્યું હતું.
આ બાબતની પોલીસમાં ફરિયાદ કરાયા પછી શરૂ કરાયેલી તપાસમાં એલસીબીએ ઝૂકાવ્યું હતું. સ્ટાફના સુમીત શિયાર, ભયપાલસિંહ તથા સિટી સી ડિવિઝનના યશપાલસિંહ, હર્ષદ પરમારને મળેલી બાતમીના આધારે આ શખ્સને પકડી લેવામાં આવ્યો છે. આ શખ્સ સામે સિટી સી ડિવિઝનમાં ચોરી ઉપરાંત સિટી બી ડિવિઝન અને સિટી સી ડિવિઝનમાં અન્ય બે ગુન્હા પણ નોંધાયેલા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial