Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની હોટલમાં અકસ્માતે લાગેલી આગ અંગે વ્યાજ સાથે નુકસાની ચૂકવવા આદેશ

વીમા કંપની સામે ગ્રાહક ફોરમમાં કરાઈ હતી ફરિયાદઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૯: જામનગરની લાઈમ ટ્રી હોટલમાં બે વર્ષ પહેલાં આગ ભભૂકી હતી. હોટલના ઉતારવામાં આવેલા વીમા અંગે હોટલના સંચાલક દ્વારા વીમા કંપનીને જાણ કરાઈ હતી અને કલેઈમ રજૂ કરાયો હતો. તે ક્લેઈમની રકમ ચૂકવવામાં ન આવતા ગ્રાહક ફોરમમાં ધા નાખવામાં આવી હતી. ફોરમે વ્યાજ સાથે વળતર ચૂકવવા હુકમ કર્યાે છે.

જામનગરની લાઈમ ટ્રી હોટલ અને રિસોર્સમાં ગઈ તા.૩-૯-ર૪ની રાત્રે અકસ્માતે આગ લાગી હતી. જેની ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતા દોડી ગયેલી ફાયર ટીમે આગને કાબૂમાં લીધી હતી. ત્યારપછી હોટલના રહેલા વીમા અંગે વળતર મેળવવા ટાટા એઆઈજી જનરલ ઈન્સ. કંપનીને જાણ કરવામાં આવી હતી.

વીમા કંપની દ્વારા સર્વે કરાયા પછી ક્લેઈમ ચૂકવવામાં આવતો ન હતો. તેથી નુકસાનીની રકમ રૂ।.૧૦૫૧૨૧૫ મેળવવા માટે ગ્રાહક ફોરમમાં વીમા કંપની સામે નીતીનભાઈ પોપટે ફરિયાદ નોંધાવી હતી.

તે ફરિયાદ ચાલી જતા ફોરમે રૂ।.૪૬૧૬૭૧ની રકમ નવ ટકા વ્યાજ સાથે ચૂકવી આપવા અને ત્રાસ તેમજ ફરિયાદ ખર્ચના રૂ।.પ હજાર અલગથી ચૂકવવા હુકમ કર્યાે છે. ફરિયાદી તરફથી વકીલ ભાર્ગવ મહેતા રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh