Advertisement
Author: નોબત સમાચાર

મોરબીના આસામીના ૮૧ લાખનો સામાન ઓળવી જવા અંગે જામનગરના સાત સહિત આઠ સામે કરાઈ ફરિયાદ

પાંચ હજાર કિલો કોપરનો સામાન મંગાવી બારોબાર સગેવગે કરાયોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૯: મોરબીમાં વસવાટ કરતા એક આસામીનો વ્યાપારી સંબંધ રાજકોટના એક આસામી સાથે હતો. તે દરમિયાન જામનગરના દરેડ જીઆઈડીસીમાં પેઢી ચલાવતા અન્ય એક વેપારીનો રાજકોટના વેપારીએ સંપર્ક કરાવી ઉધાર સામાન આપવા વાત કર્યા પછી રૂ।.૮૧ લાખથી વધુની કિંમતનો કોપરનો સામાન મંગાવી લેવાયો હતો. તેની રકમ ચૂકવવામાં ગલ્લાતલ્લા કરાતા મોરબીના આસામીએ કરેલી તપાસમાં ઉપરોક્ત સામાન કુલ આઠ વ્યક્તિએ સગેવગે કર્યાની અને આ આસામીના રૂપિયા ઓળવી જઈ વિશ્વાસઘાત કર્યાની વિગત મળતા પોલીસમાં ફરિયાદ કરાઈ છે.

મોરબી શહેરની ધર્મસૃષ્ટિ સોસાયટીમાં વસવાટ કરતા મીતભાઈ દેવાભાઈ અવાડીયા નામના આસામી સાથે થોડા સમય પહેલાં જામનગર નજીકના દરેડમાં જીઆઈડીસી સ્થિત શ્રીજી એન્ટરપ્રાઈઝ નામની પેઢી ચલાવતા પરેશ દેવશીભાઈ ગોહિલનો સંપર્ક થયો હતો.

તે પહેલાં રાજકોટમાં એક્ટિવ એન્ટરપ્રાઈઝ નામની પેઢી ચલાવતા ગોપાલભાઈ મનસુખભાઈ પટેલ સાથે સંપર્ક થતાં ગોપાલભાઈએ વ્યાપારી સંબંધ કેળવ્યો હતો અને તે પછી જામનગરના પરેશ ગોહિલનો સંપર્ક કરાવ્યો હતો. આ બંને આસામીએ મીત દેવાભાઈ સાથે સામાનની લેતીદેતી માટે વાતચીત કર્યા પછી ટ્રેડ એગ્રીમેન્ટ કરી પાંચ હજાર કિલો કોપરનો સામાન મંગાવ્યો હતો.

આ વ્યક્તિઓએ એક કિલોના રૂ।.૧૩૭૧ લેખે પાંચ હજાર કિલો સામાન મંગાવતા મીત દેવાભાઈએ રૂ।.૮૧,૦૪,૧૨૩ની રકમ લેવાની થતી હતી. તે રકમ સમયસર ચૂકવી આપવાનો વાયદો કર્યા પછી ગલ્લાતલ્લા કરાતા હતા. તે દરમિયાન ગોપાલભાઈ પટેલ, પરેશભાઈ ગોહિલ, દેવીસીંગ ખેમસીંગ ખરવડ, હાફીઝ, ભૂપેન્દ્રસિંહ જાડેજા, જયરાજસિંહ પ્રતાપસિંહ જાડેજા, દેવેન્દ્રસિંહ મહિપતસિંહ સરવૈયા, દરેડની સાવરીયા મેટલ્સ નામની પેઢીવાળા વિનોદ બાહેદીયા નામના વ્યક્તિઓએ પાંચ હજાર કિલો કોપરનો સામાન સગેવગે કરી નાખ્યાની જાણ થતાં મીતભાઈએ જામનગર દોડી આવી પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઠેય વ્યક્તિ સામે વિશ્વાસઘાત આચર્યાની ફરિયાદ નોંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh