Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આરતી, દીપમાળા, ઘીની મહાપૂજાના વિશિષ્ટ દર્શન યોજાયા
ખંભાળિયામાં શ્રાવણ માસના પ્રથમ દિને શિવ મંદિરોમાં સવારથી ભાવિકો ઉમટ્યા હતાં. વિશિષ્ટ દર્શન, શ્રૃંગાર, દીપમાળા, ઘીની મહાપૂજાના દર્શન યોજાયા હતાં. નગારા અને નોબતના તાલે સાથે આરતીમાં ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતાં.
શ્રાવણ માસનો પ્રથમ દિવસ હોય ખંભાળિયામાં પ્રાચીન તથા ઘી મહાપૂજા માટે પ્રસિદ્ધ ખામનાથ મહાદેવ, રામનાથ મહાદેવ, શરણેશ્વર મહાદેવ, પાળેશ્વર મહાદેવ મંદિરમાં ભગવાન શિવની વિશેષ પૂજા સાથે ગણેશજીની ઘી ની ભવ્ય મહાપૂજાના દર્શન યોજાયા હતાં.
ખંભાળિયામાં મહાદેવ વાડાના મંદિરો વિદ્યાશંકર મહાદેવ, સિદ્ધનાથ મહાદેવ, ભીડભંજન મહાદેવ, કાળેશ્વર મહાદેવ વગેરે મંદિરોમાં પણ સ્વસ્ટિક, રૂદ્રાક્ષ દીપમાળા તથા ફળોના વિશેષ શણગારના દર્શન યોજાયા હતાં જેમાં ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial