Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લાલપુર, નિકાવા, સેવકભરૂડીયા, વેરાવળમાં પણ જુગારના દરોડાઃ
જામનગર તા. ૧૯: ધ્રોલ તાલુકાના હાડાટોડા ગામમાં એક ખેતરમાં નાલ આપી ગંજીપાનાથી જુગાર રમતા સાત શખ્સ પોલીસના દરોડામાં રૂ।.૧,૬૧,૫૦૦ના મુદ્દામાલ સાથે પકડાઈ ગયા છે. જામજોધપુરના વેરાવળમાં ગંજીપાના કૂટતા ચાર શખ્સ રૂ।.૬૩૬૦૦ સાથે ઝડપાયા છે. લાલપુરમાંથી રૂ।.૨૨૮૦ સાથે પાંચ પત્તાપ્રેમી પકડાયા છે. સેવકભરૂડીયા ગામમાંથી રૂ।.૧૧૫૫૦ સાથે છ શખ્સની પોલીસે અટકાયત કરી છે. કાલાવડના નિકાવામાંથી પાંચ પત્તાપ્રેમી રૂ।.૧૧,૪૧૦ સાથે ઝડપાઈ ગયા છે.
જામજોધપુર તાલુકાના વેરાવળ ગામમાં ગઈકાલે રાત્રે કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની બાતમી પરથી જામજોધપુર પોલીસ સ્ટેશનના સ્ટાફે વેરાવળમાં પાણીના ટાંકા પાસે દરોડો પાડ્યો હતો. આ સ્થળેથી ગંજીપાના વડે જુગાર રમતા ફારૂક ઉઢાભાઈ ધુધા, બશીર અહેમદભાઈ સમા, વિજય ગોરાભાઈ સોલંકી સોલંકી તથા ઈબ્રાહીમ હાસમભાઈ ધુધા નામના ચાર શખ્સ મળી આવ્યા હતા. પોલીસે પટમાંથી રૂ।.૧૩૬૦૦ રોકડા, બે બાઈક મળી કુલ રૂ।.૬૩૬૦૦નો મુદ્દામાલ કબજે કર્યાે છે.
લાલપુર શહેરમાં ગઈકાલે સાંજે ગંજીપાનાથી જુગાર રમતા ભાણજીભાઈ દાનાભાઈ મકવાણા, રમેશભાઈ જેઠીરામ શ્રીમાળી, દિલીપ પરબતભાઈ ગોહિલ, કરશનભાઈ કામદાર પરમાર, જયંતિલાલ દયારામ દાણીધારીયા નામના પાંચ શખ્સ પોલીસના દરોડામાં ઝડપાઈ ગયા હતા. પટમાંથી રૂ।.૨૨૮૦ રોકડા કબજે કરાયા છે.
લાલપુર તાલુકાના સેવકભરૂડીયા ગામમાં ગઈકાલે બપોરે તીનપત્તી રમતા રાહુલ બાબુભાઈ ડાભી, મુકેશ હમીરભાઈ મકવાણા, હિતેશ દેવજીભાઈ નેસડીયા, પ્રવીણભાઈ રામભાઈ બગડા, હુસેન વલીમામદ ખીરા, અરજણભાઈ આલાભાઈ વરૂ નામના છ શખ્સ રૂ।.૧૧૫૫૦ સાથે પકડાઈ ગયા હતા.
ધ્રોલ તાલુકાના હાડાટોડા ગામમાં ખારાવાળી સીમમાં એક મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમી પરથી ધ્રોલ પોલીસ સ્ટેશનના સ્ટાફે ત્યાં આવેલા મનહરસિંહ વનરાજસિંહ જાડેજા ઉર્ફે પિન્ટુભા નામના ખેડૂતના ખેતરમાં દરોડો પાડ્યો હતો. આ સ્થળે મનહરસિંહના ભાઈ બ્રિજરાજસિંહને નાલ આપી ગંજીપાનાથી જુગાર રમતા જયેન્દ્રસિંહ સહદેવસિંહ જાડેજા, હરદેવસિંહ મંગળસિંહ ચુડાસમા, પ્રતાપસિંહ બહાદુરસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ જાડેજા, સંજય રામાભાઈ ચાવડીયા, રાજેન્દ્રસિંહ ગજુભા જાડેજા નામના છ શખ્સ મળી આવ્યા હતા. પોલીસે રૂ।.૧,૨૨,૫૦૦ રોકડા, સાત મોબાઈલ મળી કુલ રૂ।.૧,૬૧,૫૦૦નો મુદ્દામાલ કબજે કરી જુગારધારાની કલમ ૪, પ હેઠળ ગુન્હો નોંધ્યો છે.
કાલાવડ તાલુકાના નિકાવા ગામમાં નદીના સામાકાંઠે ગઈરાત્રે તીનપત્તી રમતા જીતેશ બાબુભાઈ વાજલીયા, ભરત વિનુભાઈ વાજલીયા, રાહુલ વિજયભાઈ વાજલીયા, પરેશ ગગજીભાઈ મણદરીયા, લાલાભાઈ પ્રવીણભાઈ વાજલીયા નામના પાંચ શખ્સ મળી આવ્યા હતા. પટમાંથી રૂ।.૧૧,૪૧૦ કબજે કરાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial