Advertisement
Author: નોબત સમાચાર

મનના બંધનોમાંથી આઝાદી જ વાસ્તવિક મુક્તિ અપાવી શકેઃ સદ્ગુરૂ માતા સુદિલાજી

સંત નિરંકારી મિશનનો કાર્યક્રમ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૯: સમગ્ર ભારતમાં જ્યાં સ્વાતંત્ર્ય દિવસને રાષ્ટ્રભક્તિ, ગૌરવ અને ઉલ્લાસ સાથે ઉજવાયું હતું ત્યાં સંત નિરંકારી મશીનએ આ અવસરે બ્રહ્મજ્ઞાન દ્વારા આંતરીક સ્વાતંત્ર્યના દિવ્ય સંદેશને જનજન સુધી પહોંચાડ્યો હતો.

આ સમયે સદ્ગુરૂ માતા સુદિલાજી મહારાજ અને નિરંકારી રાજપિતા રમીતજીના સાનિધ્યમાં દિલ્હીમાં કાર્યક્રમ યોજાયો હતો. જેની સામે જામનગરમાં પટેલ કોલોની સ્થિત સંત નિરંકારી સત્સંગ ભવનમાં તા. ૧પ-ઓગસ્ટના ચંદીગઢની પધારેલા જ્ઞાન પ્રચારક પવન બ્રહ્માજીની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો. સદ્ગુરૂ માતા સુદિલાજી મહારાજે જણાવ્યું હતું કે, સાચી મુક્તિ બ્રાહ્ય બંધનોમાંથી નહીં પરંતુ નફરત, અહંકાર, નાની વિચારધારા અને પૂર્વગ્રહમાંથી મુક્ત થવામાં છે. ઉપરાંત અનેક દૃષ્ટાંતો રજૂ કર્યા હતાં. જેનો બહોળા પ્રમાણમાં લોકોએ લાભ લીધો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh