Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મકર સહિત બે રાશિના જાતકોને યશ-પદ-ધનમાં વૃદ્ધિ થાય. બઢતી-બદલીના કામ થાય
Aries (મેષ: અ-લ-ઈ)
સિઝનલ ધંધામાં આપે માલનો ભરાવો કરવો નહીં. ગ્રાહકવર્ગ પ્રત્યે આપે ધ્યાન રાખવું પડે. ખર્ચ-ખરીદી જણાય.
શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૫-૧
Taurus (વૃષભ: બ-વ-ઉ)
આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. ઈચ્છિત વ્યક્તિ સાથે મિલન-મુલાકાતથી આનંદ રહે.
શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૨-૬
Gemini (મિથુન: ક-છ-ધ)
આપે તન-મન-ધનથી-વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. પારિવારિક પ્રશ્ને ચિંતા રહે.
શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૯-૩
Cancer (કર્ક: ડ-હ)
નોકરી-ધંધામાં કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. ધંધામાં નવી કોઈ વાતચીત આવે કે ઓર્ડર મળી રહે.
શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૨-૭
Leo (સિંહ: મ-ટ)
દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. જમીન-મકાનના કામ થઈ શકે.
શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૬-૧
Virgo (કન્યા: પ-ઠ-ણ)
સંતાનના પ્રશ્ને ચિંતા ઓછી થાય. પરદેશના કામમાં પ્રગતિ જણાય. ધર્મકાર્ય-શુભકાર્ય થઈ શકે.
શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૫-૯
Libra (તુલા: ર-ત)
કોર્ટ-કચેરીના કામમાં આપે સાવધાની રાખવી પડે. આપને કામમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી જણાય. ખર્ચ થાય.
શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૮-૪
Scorpio (વૃશ્ચિક: ન-ય)
આપની ગણતરી-ધારણા પ્રમાણેનું કામ થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે. મિલન-મુલાકાતથી આનંદ રહે.
શુભ રંગઃ ગ્રે - શુભ અંકઃ ૬-૯
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
આપના કાર્યની સાથે સામાજિક-વ્યાવહારિક કામમાં આપે વ્યસ્ત રહેવું પડેે. કામનો ઉકેલ આવવાથી રાહત રહે.
શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૮-૪
Capricorn (મકર: ખ-જ)
આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કાર્યરચના થવાથી આનંદ અનુભવો. બઢતી-બદલીના કામ થાય.
શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૨-૫
Aquarius (કુંભ: ગ-શ-સ)
આપના કામમાં પ્રતિકૂળતા જણાય. જમીન-મકાનના કામમાં આપે ઉતાવળ કરવી નહીં. મિત્રવર્ગની ચિંતા રહે.
શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૩-૧
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. સિઝનલ ધંધામાં લાભ મળી રહે.
શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૨-૬