Advertisement
Author: નોબત સમાચાર

નવાનગર-જામનગરની સ્થાપનાને ૪૮૬ વર્ષ પૂરાઃ ૪૮૭મા વર્ષમાં પ્રવેશ

નગરવાસીઓને સ્થાપનાદિનની શુભકામનાઓઃ

                                                                                                                                                                                                      

શ્રાવણ સુદ સપ્તમી (સાતમ) એટલે આપણાં જામનગર શહેરનો સ્થાપના દિવસ. વિ.સં.૧૫૯૬માં આ દિવસે જામ રાવળજીએ જામનગર શહેર વસાવવાનું ભૂમિ પૂજન કરેલ હતું. જેને આજે ૪૮૬ વર્ષ પૂરા થયા છે.

જો કે, જામનગર શહેરની સ્થાપના પૂર્વે પણ આ ભૂમિ ઉપર માનવ વસવાટ હતો જ, જેનું નાગનેશ નાગની, નાગના જેવા નામે અહીં પ્રાચીન બંદરીયગામ હતું. એ સમયે આ ભૂમિ ઉપર વસનારી પ્રજાના જીવનમાં નાગદેવતાની પૂજાનું કોઈ કારણસર અનેરૃં મહત્ત્વ હતું. જેને કારણે ના(ગ)ઘુના, નાગમતી નદી, નાગેશ્વર મહાદેવ, નાગનેશ, નાગની કે નાગના તરીકે ઓળખાતા ગામ વગેરે અહીં નાગદેવતા સાથે જોડાયેલા નામો પ્રાચીન કાળથી પ્રચલિત છે. એટલું જ નહીં, અહીં નાગમતી નદીના કાંઠે આવેલા પ્રાચીન મંદિરોમાં નાગદેવતાની ખાંભીઓ આજે પણ જોવા મળે છે.

આ ઉપરાંત જામનગર શહેરની સ્થાપના દરમ્યાન થયેલ શાસ્ત્રોક્ત ભૂમિ પૂજનની જે થાંભલી રાજવી જામ રાવળજીના હસ્તે રોપાયેલ હતી તે થાંભલી જમીનમા શેષનાગની ફેણ ઉપર જ રોપાયેલ હતી. પરંતુ તે સમયે કેટલાક શંકાશીલ લોકોએ આ વાતની ખાત્રી કરવા રોપાયેલ થાંભલી જમીનમાંથી પાછી ખેંચી કાઢતા તે થાંભલી લોહીવાળી જણાતા તાત્કાલિક પૂર્વવત્ પાછી રોપી દીધેલ હતી. આ ઘટનાક્રમથી શેષનાગની ફેણ ત્યાંથી હટી ગયેલ અને તે જગ્યાએ શેષનાગની પુંછડી આવી ગયેલ હતી. જેથી આપણું આ શહેર પુંછડીયું શહેર તરીકે ઓળખાયું છે. જે આપણા જામનગરના ઈતિહાસમાં ઘણી પ્રચલિત દંતકથા છે.

આપણા જામનગરની આ ભૂમિ નાગદેવતા સાથે સંકળાયેલ હોવા અંગે એક પ્રાચીન  દંતકથા પણ પ્રચલિત છે. જે પ્રમાણે જામનગર નજીક આવેલા નાગેશ્વર મહાદેવ મંદિર નજીકના વિસ્તારમાં "ભૂજંગો" નામે એક ઘણો જ શક્તિશાળી નાગ રહેતો હતો. તેને સંબંધિત એક કથા પણ ઘણી જ પ્રચલિત છે, જે કચ્છના ભુજીયા ડુંગર સાથે સંકળાયેલી છે.

આમ, આપણા જામનગર શહેરની ભૂમિ ઉપર એક વખત વસવાટ કરતા ભુજંગા નાગે જામનગરની ભૂમિ છોડી કચ્છમાં વસવાટ કર્યો. જ્યારે સદીઓ પછી આપણાં જામનગર શહેરના સ્થાપક રાજવી જામ રાવળજીએ કચ્છ કાયમને માટે છોડી દઈ અહીં ભુજંગાના વતનમાં આવી જામનગર (નવાનગર) શહેર સ્થાપ્યું. આમ, આ બંને ઘટનાક્રમ એક બીજાથી ઉલ્ટા ક્રમ છે જે ઈતિહાસમાં નોંધાયેલા છે. જેને આજના આપણાં જામનગર શહેરના ૪૮૭મા સ્થાપના દિવસે યાદ કર્યા છે. હેપી બર્થડે જામનગર ટુ યુ.....

ભૂ૫તસિંહ ચૌહાઅ

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh