Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામીનની બે શરતનો કરાયો હતો ભંગઃ
જામનગર તા. ૨૨: જામનગરની અદાલતે એક આરોપીને જામનગર જિલ્લામાં છ મહિના સુધી પ્રવેશ ન કરવો અને સાક્ષીઓને ધમકી ન આપવી તેવી શરત હેઠળ એક આરોપીને જામીન આપ્યા હતા. તે શરતનો ભંગ કરાતા આરોપીના જામીન રદ્દ કરાયા છે અને તેને કસ્ટડીમાં લેવાનો આદેશ કરાયો છે.
સિક્કા પોલીસ સ્ટેશનમાં ભિષ્મરાજસિંહ હઠીસિંહ જાડેજા નામના શખ્સ સામે ગુન્હો નોંધાયા પછી જેલહવાલે થયેલા આ આરોપીએ જામીન મુક્ત થવા અરજી કરી હતી. આ આરોપીને શરતોને આધીન જામીન આપવામાં આવ્યા હતા.
ત્યારપછી આરોપી ભિષ્મરાજસિંહે જામીનની શરતોનો ભંગ કર્યાે હતો. તેણે સાક્ષીઓને ધમકી ન આપવી અને જામનગર જિલ્લામાં છ મહિના સુધી પ્રવેશ ન કરવો તેવી શરતનો ભંગ કરતા સિક્કા પોલીસ દ્વારા જામીન રદ્દ કરાવવા અરજી કરાઈ હતી. અદાલતે સીસીટીવી ફૂટેજ વગેરે લક્ષમાં લઈ આરોપીની જામીનમુક્તિનો હુકમ રદ્દ કરી તેને કસ્ટડીમાં લેવા હુકમ કર્યાે છે. સરકાર તરફથી પીપી રાજેશ વશીયર રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial