Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઓટોમેટિક સિગ્નિલિંગ સિસ્ટમનું કામ ચાલતુ હોઈ
જામનગર તા. ૨૨: દિલ્હી સરાઈ રોહિલ્લા-રેવાડી રેલવે સેકશન પર દિલ્હી સરાઈ રોહિલ્લા, પટેલનગર, દિલ્હી કેન્ટ અને પાલમ સ્ટેશન વચ્ચે ઓટોમેટિક સિગ્નિલિંગ સિસ્ટમ કાર્યરત (કમિશનિંગ) કરવાના કામ માટે ૬ કલાકનો ટ્રાફિક બ્લોક લેવામાં આવશે.
રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર આ કામગીરીના કારણે રાજકોટ ડિવિઝન સંબંધિત ટ્રેનોનું સંચાલન નિયમિત રૂટના બદલે ડાયવર્ટ કરેલા રૂટ પરથી કરવામાં આવશે અને કેટલાક સ્ટેશનો પર તેનો સ્ટોપેજ રહેશે નહીં. તા. ૬ ઓકટોબર ૨૦૨૬ના ચાલનારી ટ્રેન નં. ૦૯૫૨૩ ઓખા-શકૂરબસ્તી સ્પેશિયલ પોતાના નિર્ધારીત રૂટ રેવાડી-દિલ્હી-કેન્ટ-પટેલનગર-શકૂરબસ્તીના બદલે રેવાડી-ભિવાની-રોહતક-શકૂરબસ્તીના બદલે રેવાડી-ભિવાની-રોહતક-શકૂર બસ્તીના પરિવર્તિત રૂટથી ચાલશે. પરિવર્તિત રૂટ પર સંચાલનના કારણે આ ટ્રેનનો ગુરૂગ્રામ સ્ટેશન પર સ્ટોપેજ રહેશે નહીં.
વળતા આ ટ્રેન નં. ૦૯૬૨૪ શકૂરબસ્તી-ઓખા સ્પેશિયલ તા. ૭ ઓકટોબર ૨૦૨૬ના ચાલનારી ટ્રેન પોતાના નિર્ધારીત રૂટ શકૂરબસ્તી-પટેલનગર-દિલ્હી કેન્ટ-રેવાડીના બદલે શકૂરબસ્તી-રોહતક-ભિવાની-રેવાડીના પરિવર્તિત રૂટથી ચાલશે. પરિવર્તિત રૂટ પર સંચાલનના કારણે આ ટ્રેનનો દિલ્હી કેન્ટ અને ગુરૂગ્રામ સ્ટેશનો પર સ્ટોપેજ રહેશે નહીં. રેલ મુસાફરોએ સંચાલનમાં થયેલા ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને પોતાની યાત્રાનું આયોજન કરવું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial