Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આરોપીએ અન્ય બે શખ્સના નામ આપ્યાઃ
જામનગર તા. ૨૨: જામનગરના કાલાવડ નાકા બહાર આવેલા મહાપ્રભુજી બેઠક રોડ પર ખોડિયાર સોસાયટીમાં એક શખ્સના મકાનમાંથી એલસીબીએ એક રિવોલ્વર, એક દેશી પિસ્તોલ તથા એક તમંચો અને સાત કારતૂસ પકડી પાડ્યા છે. આ શખ્સે અન્ય બેના નામ આપ્યા છે.
જામનગરના કાલાવડ નાકા બહાર આવેલી સાલુપીરની દરગાહ નજીક ખોડિયાર સોસાયટીમાં એક શખ્સના મકાનમાં હથિયાર પડ્યું હોવાની બાતમી પરથી ગઈકાલે રાત્રે એલસીબીના સ્ટાફે પીએસઆઈ એમ.વી. ભાટીયાના વડપણ હેઠળ યુનુસ ઈબ્રાહીમભાઈ મતવા નામના શખ્સના મકાનમાં દરોડો પાડ્યો હતો.
આ મકાનની તલાશી લેવામાં આવતા ત્યાંથી એક રિવોલ્વર, દેશી બનાવટની એક પિસ્તોલ તેના સાત કારતૂસ તથા એક ખાલી મેગ્જીન અને એક તમંચો મળી આવ્યા હતા. એલસીબીએ રૂ।.રપ હજારની દેશી પિસ્તોલ, રૂ।.૨૫ હજારની રિવોલ્વર, રૂ।.૧૦ હજારનો તમંચો, રૂ।.૭૦૦ના કારતૂસ, રૂ।.પ હજારની કિંમતનો મોબાઈલ મળી કુલ રૂ।.૬૫૭૦૦નો મુદ્દામાલ કબજે કરી યુનુસ મતવાની અટકાયત કરી છે.
આ શખ્સની પ્રાથમિક પૂછપરછમાં તેણે બિહારના સુશીલકુમાર શાહ તથા પોરબંદરમાં વસવાટ કરતા મૂળ બિહારના આરા જિલ્લાના જોખન યાદવના નામ આપ્યા છે. ત્રણેય સામે આર્મ્સ એક્ટ હેઠળ સિટી એ ડિવિઝનમાં ગુન્હો નોંધાવાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial