Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ફરજમાં બેદરકારી રાખનાર
જામનગર તા. રરઃ જામનગર એસ.ટી. ડેપોમાં ફરજ બજાવતા બસચાલકને ફરજમાં બેદરકારી સબબ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અને તેમને જામજોધપુરમાં બદલીથી મૂકી દેવાયા છે.
જામનગરમાં એસ.ટી. ડેપોમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા રાજેશભાઈ નાગદાનભાઈ મકવાણાને ડેપો મેનેજર દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અને આ સસ્પેન્શન દરમ્યાન તેમને જામજોધપુર ડેપોમાં હાજર રહેવાનું રહેશે. અને સ્થાનિક ડેપો મેનેજરની પરવાનગી વગર હેડ ક્વાર્ટર નહીં છોડવા પણ આદેશ કરાયો છે. તા. ૧૮-૮-૨૬ના સવારે જામનગર-હર્ષદ માતાજી રૂટની બસની ફરજ પૂર્ણ કરી જુના બસ સ્ટેન્ડમાં ડીઝલ ભરાવી પરત ફરતા સમયે જુના બસ સ્ટેન્ડ પાસે બસ ચલાવતા સમયે ડ્રાઈવરે બાળકને ખોળામાં બેસાડી ડ્રાઈવીંગ કરવામાં આવતા હોવાનો વીડિયો વાયરલ થયો હતો. આથી ફરજમાં બેદરકારી દાખવવા તેમની સામે સસ્પેન્શનના પગલાં લેવાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial