Advertisement
Author: નોબત સમાચાર

જામ્યુકોની સ્ટેન્ડીંગ કમિટીમાં રૂ।. ૭૭.૪૪ કરોડના કામો મંજુર

જામનગર-રાજકોટ હાઈ-વે પર રૂ।. ૬૮ કરોડ જેટલા ખર્ચે આવાસો બનશે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૨: જામનગર મહાનગર પાલિકાની શુક્રવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કુલ રૂપિયા ૭૭ કરોડ ૪૪ લાખના વિવિધ ખર્ચાઓને મંજૂરી આપવામાં આવી હતી આ ઉપરાંત લાખો રૂપિયાના ખર્ચ ફક્ત જાણ અર્થએ રજૂ કરવામાં આવ્યા હતા.

જામનગર મહાનગર પાલિકાની  સ્ટેન્ડીંગ કમિટીની મિટિંગ તા. ૨૧-૦૮-૨૦૨૬ના ધીરેનકુમાર પી. મોનાણીના અધ્યક્ષસ્થાને મળી હતી. તેમાં કુલ ૧૦ સભ્યો ઉપરાંત મેયર મોનિકાબેન વ્યાસ, ડે. મેયર રાકેશભાઈ ડેર, કમિશનર દિપેશ કેડીયા, ડે. કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, સિટી એન્જિનિયર ભાવેશભાઈ જાની, આસી. કમિશનર (વ.) મુકેશભાઈ વરણવા, આસી. કમિશનર (૨) જિજ્ઞેશભાઈ નિર્મલ વગેરે ઉપસ્થિત રહૃાા હતા.

જામનગર મહાનગર પાલિકાના પ્રોજેકટ ઓફિસર વર્ગ-૨ (યુ.સી.ડી.) ના  પૃથ્વીબેન જયસુખભાઈ ચોડવડિયાને બાળ વિકાસ યોજના અધિકારી વર્ગ-ર તરીકેની સેવાઓને સળંગ ગણવા અંગે કમિશનરની રજુ થયેલ દરખાસ્ત અન્વયે ભલામણ સાથે જનરલ બોર્ડમાં મુકવાનું મંજુર કરવામાં આવ્યું હતું.

સોલીડ વેસ્ટ મેને. શાખામાં લાઈવ સ્ટોક ઈન્સપેકટર તરીકે ફરજ બજાવતા કોન્ટ્રાકટ બેઈઝ કર્મચારીઓને નવી નિમણૂક આપવા અંગેની રજુ થયેલ દરખાસ્ત, સોશયલ ડેવલોપમેન્ટ સ્પેશ્યાલીસ્ટ અને એમઆઈએસ સ્પેશ્યાલીસ્ટની જગ્યા ઉપર કોન્ટ્રાકટ બેઈઝથી નવી નિમણૂક આપવા અંગેની રજુ થયેલ દરખાસ્ત મંજુર કરવામાં આવી હતી.

સિવિલ ઈસ્ટ ઝોન (વોર્ડ નં. ૧૩) વિસ્તારમાં ખાનગી સોસાયટીઓમાં, ગુજરાત હાઉસીંગ બોર્ડની વસાહતોમાં તથા અન્ય રહેણાંક વિસ્તારોમાં લોકભાગીદારીથી માળખાકીય સુવિધાઓની વિકાસની યોજના અંતર્ગત સી.સી. રોડ/સી.સી. બ્લોક (પેવર બ્લોક) ના કામ અન્વયે રૂ।. ૧.૫૦ કરોડ, સિવિલ નોર્થ ઝોન (વોર્ડ નં. ૩) વિસ્તારમાં ખાનગી સોસાયટીઓમાં, ગુજરાત હાઉસીંગ બોર્ડની વસાહતોમાં તથા અન્ય રહેણાંક વિસ્તારોમાં લોકભાગીદારીથી માળખાકીય સુવિધાઓની વિકાસની યોજના અંતર્ગત સી.સી. રોડ/સી.સી. બ્લોક (પેવર બ્લોક) ના કામ અન્વયે રૂ।. ૨ કરોડ,  સેન્ટ્રલ ઝોન, વોર્ડ નં. ૧૩, ગણેશવાસ વિસ્તારમાં આવેલ ડો. બાબાસાહેબ આંબેડકર કોમ્યુનીટી હોલ બનાવવાના કામ અંગે  રૂ।. ૧૧.૭૦ લાખ, વર્ષ ૨૦૨૬-૨૭ ની આઉટ ગ્રોથ એરિયાની ગ્રાન્ટ અન્વયે વોર્ડ નં. ૯ એરફોર્સ ગેઈટથી ઢીંચડા ગામ મેઈન રોડ (કોઝ-વે સાથે) (આંગણવાડી સુધી) સી.સી. રોડના કામ અંગે રૂ।. ૬.૦૪ કરોડ, પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) ૨.૦ અંતર્ગત ટી.પી. ૩/ બી, એફ.પી. ૪૯, ઈસ્કોન મંદિર સામે, જામનગર-રાજકોટ હાઈવેમાં ઈડલ્યુએસ-૨ પ્રકારના ૫૮૪ આવાસો બનાવવાના કામ અંગે  રૂ।. ૬૭.૮૦ કરોડ અને એક સીએચસી માટે મંજુર થયેલ ખર્ચમાંથી ત્રણેય સીએચસીના સાધનોની ખરીદીના ખર્ચ માટે સૈદ્ધાંતિક મંજુરી આપવા અંગે દરખાસ્તની વિગતે સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી.

ઉપરાંત એક દરખાસ્ત અધ્યક્ષ સ્થાનેથી રજૂ કરવામાં આવી હતી. જેમાં  શ્રાવણી મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવા માટે રૂ।. ૧,૦૦,૦૦૦ નો ખર્ચ મંજુર કરવામાં આવ્યો હતો .આમ આ બેઠકમાં કુલ રૂ।. ૭૭ કરોડ ૪૪ લાખના ખર્ચને મંજુર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત લાખો રૂપિયાના ખર્ચાઓ ફક્ત જાણ અર્થે રજૂ થયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh