Advertisement
Author: નોબત સમાચાર

ગુલાબનગર પાસે રિક્ષાને મોટરે મારી ઠોકરઃ જાંબુડાના મહિલાને ગંભીર ઈજા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૨: જામનગર નજીકના જાંબુડામાં રહેતા એક મહિલા બે સપ્તાહ પૂર્વે રીક્ષામાં જામનગર તરફ આવતા હતા ત્યારે ગુલાબનગર પુલીયા પાસે એક મોટરે રિક્ષાને ઠોકર મારતા આ મહિલાને ગંભીર ઈજા થઈ છે.

જામનગર તાલુકાના જાંબુડા ગામના વિજયભાઈ હમીરભાઈ ધૈયડા નામના યુવાનના માતા ગઈ તા.૪ના દિને જીજે-૧૦-ટીડબલ્યુ ૪૨૦૦ નંબરની રિક્ષામાં જાંબુડાથી જામનગર આવતા હતા ત્યારે ગુલાબનગર નજીક પુલીયા પાસે જીજે-૧૦-ડીએન ૭૦૬૩ નંબરની મોટરે ઠોકર મારી હતી.

મોટરની ટક્કરથી રિક્ષામાં બેસેલા આ મહિલા ફેંકાઈ ગયા હતા. તેઓને માથામાં ગંભીર ઈજા થવા ઉપરાંત ત્રણ મણકા ભાંગી ગયા છે. વિજયભાઈએ મોટરના ચાલક સામે પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh