Advertisement
Author: નોબત સમાચાર

૧૦૦૦ રહેણાંક પ્લોટને ઔદ્યોગિક ઝોનમાં ફેરવવા સરકારની સૈદ્ધાંતિક મંજુરી

જામનગરના જી.આઈ.ડી.સી.માં

                                                                                                                                                                                                      

જામનગર તા. રરઃ વિશ્વભરમાં 'બ્રાસસિટી' તરીકે પ્રખ્યાત જામનગરના દરેડ જી.આઈ.ડી.સી. ફેસ-ર અને ફેસ-૩ વિસ્તારમાં આવેલા પંચ-બી પોલીસ સ્ટેશન સામેના અંદાજે ૧૦૦૦ જેટલા રેસિડેન્ટ (રહેણાંક) ઝોનના પ્લોટોને ઈન્ડસ્ટ્રીયલ (ઔદ્યોગિક) ઝોનમાં ફેરવવા માટે રાજ્ય દ્વારા અને ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ દ્વારા સક્ષમ કક્ષાએથી પ્રથમ વખત સૈદ્ધાંતિક શરતી મંજુરી જાહેર કરવામાં આવી છે.

આ મહત્ત્વપૂર્ણ નિર્ણય પાછળ જી.આઈ.ડી.સી. પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશનના પ્રમુખ વિષ્ણુભાઈ એમ. પટેલ, ઉપપ્રમુખ અતુલભાઈ કાછડિયા, માનદ્ મંત્રી જીગ્નેશભાઈ બી. લાવટી અન્ય હોદ્દેદારો તેમજ સમગ્ર કારોબારી ટીમે અથાગ મહેનત કરી આ પ્રશ્નને પાર પાડેલ છે. રાજકોટમાં આયોજિત વાઈબ્રન્ટ સમિટ દરમિયાન તેમજ ગાંધીનગરમાં જામનગરના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી સાથે રહી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ઉચ્ચ સરકારી સ્તરે અંદાજે ૮ થી ૧૦ વખત લેખિત તથા મૌખિક રૂબરૂ રજૂઆતો કરવામાં આવી હતી, જેના પરિણામે જીઆઈડીસી વડી કચેરી, ગાંધીનગર દ્વારા સત્તાવાર આદેશ જાહેર કરી રહેણાંક ઝોનને ઔદ્યોગિકમાં ફેરવવાની મંજુરી આપવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ઉત્સાહનો માહોલ છવાયો છે.

ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિયમના જનરલ મેનેજર (વિતરણ) દ્વારા જામનગર પ્રાદેશિક મેનેજર તથા રાજકોટ વિભાગીય પ્રબંધકને મોકલેલા સત્તાવાર પરિપત્ર મુજબ આ ઝોન રૂપાંતરણ ચોક્કસ વહીવટી શરતોને આધીન રહેશે, જે અંતર્ગત નિગમ દ્વારા કોઈ વધારાની આંતરમાળખાકીય સુવિધા પૂરી પાડવામાં આવશે નહીં અને ઉપલબ્ધ સુવિધાઓ મુજબ માન્ય એકમોને જ મંજુરી આપવામાં આવશે.

વર્તમાન વૈશ્વિક અને સ્થાનિક આર્થિક મંદીના સમયગાળા વચ્ચે રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા આ બન્ને નિર્ણયો જામનગરના બ્રાસપાર્ટસ, એન્જિનિયરીંગ અને સંલગ્ન વધુ ઉદ્યોગો માટે સંજીવની સમાન સાબિત થયા છે. રહેણાંક પ્લોટોના રૂપાંતરણથી ઉદ્યોગકારોને વિસ્તરણ માટે જરૂરી નવી ઔદ્યોગિક જગ્યા ઉપલબ્ધ થશે. આ ઐતિહાસિક સફળતા બદલ કૌશલ્ય ભવનમાં જી.આઈ.ડી.સી. પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસો.ના પ્રમુખ વિષ્ણુભાઈ પટેલ, ઉપપ્રમુખ અતુલભાઈ કાછડિયા અને માનદ્ મંત્રી જીગ્નેશભાઈ લાવટી, હોદ્દેદારો તથા સમગ્ર કારોબારી સભ્યોએ એકઠા થઈ રાજ્ય સરકાર, જામનગરના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી તથા જામનગર જી.આઈ.ડી.સી. કચેરી અને રાજકોટ જી.આઈ.ડી.સી. કચેરીનો જોહર આભાર વ્યક્ત કર્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh